IndiGo Airlines: મુસાફરોને લઇને વિશાખાપટ્ટનમ પહોંચી ફ્લાઇટ, 37 મુસાફરોનો સામાન હૈદરાબાદમાં જ રહી ગયો
ઈન્ડિગો એરલાઈન્સે આ મામલે એક નિવેદન જાહેર કરીને કહ્યું હતું છે કે તે મુસાફરોને થઈ રહેલી અસુવિધા માટે ખેદ વ્યક્ત કરે છે.
IndiGo Airlines Left Luggage: ક્યારેક ફ્લાઇટ દરમિયાન એવું બને છે કે કોઈ એક પેસેન્જરનો સામાન પ્લેનની બહાર રહી જાય છે. તેને માનવીય ભૂલ કહેવામાં આવે છે, પરંતુ જો એક જ ફ્લાઈટના 37 લોકો સાથે આવું થાય તો તેને શું કહેવાય? વાસ્તવમાં ગુરુવારે (9 ફેબ્રુઆરી) હૈદરાબાદથી વિશાખાપટ્ટનમ પહોંચેલી ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટમાં આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
માહિતી અનુસાર, ઈન્ડિગો એરલાઈન્સે આ મામલે એક નિવેદન જાહેર કરીને કહ્યું હતું છે કે તે મુસાફરોને થઈ રહેલી અસુવિધા માટે ખેદ વ્યક્ત કરે છે. એરલાઇન્સ તેમને તમામ મુસાફરોના સામાનની સુરક્ષિત ડિલિવરી સુનિશ્ચિત કરશે. તમામ મુસાફરોની બેગ વિશાખાપટ્ટનમમાં તેમના સરનામા પર પહોંચાડવામાં આવશે.
નોંધનીય છે કે ફ્લાઇટ 6E 409 ગુરુવારે હૈદરાબાદ એરપોર્ટથી વિશાખાપટ્ટનમ માટે ઉડાન ભરી હતી. જ્યારે આ ફ્લાઇટ તેના ગંતવ્ય સ્થાને પહોંચી ત્યારે મુસાફરોએ તેમના સામાનની શોધ શરૂ કરી. લાંબો સમય લગેજ બેલ્ટ પર સામાનની રાહ જોયા બાદ મુસાફરો પરેશાન થઈ ગયા હતા. જાણવા મળ્યું હતું કે ફ્લાઈટમાં આવતા 37 લોકોનો સામાન ગુમ થઈ ગયો હતો.
કેટલાક કલાકોના વિલંબ પછી જાણકારી
મુસાફરોનું કહેવું છે કે ઘણા કલાકો સુધી રાહ જોયા બાદ તેમને હૈદરાબાદમાં જ તેમનો સામાન રહી ગયો હોવાની માહિતી મળી હતી. ઈન્ડિગો એરલાઈન્સ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમે પુષ્ટી કરીએ છીએ કે હૈદરાબાદથી વિશાખાપટ્ટનમની આ ફ્લાઈટના મુસાફરોની 37 બેગ હૈદરાબાદ જ રહી ગઇ છે.
આ ભૂલ માટે ઈન્ડિગો એરલાઈન્સે મુસાફરોની માફી માંગી હતી. હવે એરલાઇન્સ દ્વારા 37 મુસાફરોનો સામાન તેમના ઘરે પહોંચાડવામાં આવશે. આ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવશે. ઈન્ડિગોએ આ 37 મુસાફરોનો સામાન સુરક્ષિત રીતે પહોંચાડવાની જવાબદારી લીધી છે. આ વાત સામે આવ્યા બાદ મુસાફરોનો ગુસ્સો શાંત થયો હતો.
Indian Citizenship: ગયા વર્ષે સૌથી વધુ લોકોએ છોડી ભારતની નાગરિકતા, આંકડો જાણીને ચોંકી જશો
Indian Citizenship: કેન્દ્ર સરકારે ગુરુવારે (9 ફેબ્રુઆરી) જણાવ્યું હતું કે છેલ્લા 12 વર્ષમાં 16 લાખથી વધુ લોકોએ ભારતની નાગરિકતા છોડીને બીજા દેશની નાગરિકતા લીધી છે. તેમાંથી ગત વર્ષ એટલે કે 2022માં સૌથી વધુ 2 લાખ 25 હજાર 620 લોકોએ પોતાની નાગરિકતા છોડી દીધી. તો બીજી તરફ, 2020 માં 85 હજાર 256 લોકોએ સૌથી ઓછી નાગરિકતા છોડી દીધી હતી.
વિદેશ મંત્રી એસ જયશંકરે રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન એક પ્રશ્નના જવાબમાં આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે 2015માં 1 લાખ 31 હજાર 489 લોકોએ ભારતની નાગરિકતા છોડી દીધી હતી. વર્ષ 2016માં 1 લાખ 41 હજાર 603 અને 2017માં 1 લાખ 33 હજાર 49 લોકોએ ભારતની નાગરિકતાનો ત્યાગ કર્યો હતો.
શું કહી રહ્યા છે આંકડા?
એસ જયશંકરના જણાવ્યા અનુસાર, વર્ષ 2018માં 1 લાખ 34 હજાર 561, 2019માં 1 લાખ 44 હજાર 17, 2020માં 85 હજાર 256 અને 2021માં 1 લાખ 63 હજાર 370 લોકોએ ભારતની નાગરિકતા છોડી દીધી હતી