શોધખોળ કરો

ફ્લાઈટમાં મોડી પડવાની જાહેરાત કરવા બદલ પેસેન્જરે ઈન્ડિગોના પાઈલટને માર્યો મુક્કો, વીડિયો વાયરલ થયો

વિલંબની જાહેરાત દરમિયાન એક મુસાફર ઈન્ડિગોના પાયલટને મુક્કો મારતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ઘટના ત્યારે બની જ્યારે પીળા રંગની હૂડી પહેરેલ એક વ્યક્તિ અચાનક પ્લેનની પાછળથી દેખાયો છે.

IndiGo Airlines Passenger Punches Pilot For Flight Delay: વિલંબની જાહેરાત દરમિયાન ઈન્ડિગોના પાઈલટને મુક્કો મારતા એક મુસાફરનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ઘટના ત્યારે બની જ્યારે પીળા રંગની હૂડી પહેરેલ એક વ્યક્તિ અચાનક પ્લેનની પાછળથી દેખાયો અને નવા પાઇલટ પર હુમલો કર્યો, જેણે ફ્લાઈટ ડ્યુટી ટાઈમ લિમિટેશન (FDTL) નોર્મ્સને કારણે કેટલાક કલાકોના વિલંબ પછી અગાઉના ક્રૂની જગ્યા લીધી હતી. જો કે આ ઘટના કઈ ફ્લાઈટમાં બની તે હજુ જાણી શકાયું નથી.

આ સમગ્ર ઘટના ત્યારે બની જ્યારે પાઇલોટ પ્લેનમાં મોડું થવા અંગે માહિતી આપી રહ્યા હતા. જેના કારણે એક મુસાફર ગુસ્સામાં આવી ગયો અને તેણે પાયલટ સાથે મારપીટ શરૂ કરી દીધી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ફ્લાઈટના ટેકઓફમાં જ વિલંબ થયો નથી, પરંતુ તેના વિશે કોઈ જાહેરાત પણ કરવામાં આવી નથી.

પાયલોટ સાથે મારપીટનો વીડિયો વાયરલ થયા બાદ યુઝર્સ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે ગેરવર્તન કરનારા મુસાફરોને નો-ફ્લાય લિસ્ટમાં મૂકવાનું કહ્યું. યુઝરે લખ્યું કે પાયલટ કે કેબિન ક્રૂને વિલંબ સાથે શું લેવાદેવા છે? તેઓ માત્ર તેમનું કામ કરતા હતા. આ માણસની ધરપકડ કરો અને તેને નો-ફ્લાય લિસ્ટમાં મૂકો. તેનો ફોટો પ્રકાશિત કરો જેથી લોકો તેના ખરાબ સ્વભાવ વિશે જાહેરમાં જાગૃત થાય.

ફ્લાઇટ ડ્યુટી ટાઇમ લિમિટેશન્સ (FDTL) નો નિયમ ફ્લાઇટ્સમાં લાગુ થાય છે, એટલે કે, પાઇલટ્સને નિશ્ચિત સમય પછી ઉડાન ભરવાની મંજૂરી નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાયલટ બદલવાના કારણે ઈન્ડિગોની ફ્લાઈટ કેટલાક કલાકો મોડી પડી હતી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સોમવાર, 15 જાન્યુઆરીએ દિલ્હી એરપોર્ટ પરથી 110 ફ્લાઈટ્સ મોડી પડી હતી. તે જ સમયે, 79 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. જેના કારણે ફ્લાઈટ્સ મોડી થવાનો સરેરાશ સમય હવે 50 મિનિટ સુધી પહોંચી ગયો છે.

રવિવાર, 14 જાન્યુઆરીએ પણ, દિલ્હી એરપોર્ટ પર આવતી અને ઉપડતી ઘણી ફ્લાઇટ્સ મોડી પડી હતી. તેનું કારણ ઉત્તર ભારતમાં ધુમ્મસ અને ખરાબ હવામાન હોવાનું કહેવાય છે. ઈન્ડિગો, સ્પાઈસજેટ અને વિસ્તારા જેવી મોટી એરલાઈન્સે પણ માહિતી શેર કરી છે કે દિલ્હી અને કોલકાતામાં ચાલુ ખરાબ હવામાનને કારણે ફ્લાઈટ્સ પ્રભાવિત થઈ શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
સરકારી નોકરીઃ આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
IND vs AUS 1st Test: જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara Demolition : વડોદરામાં દબાણ હટાવતી વખતે બબાલ, દબાણ શાખાના કર્મચારી પર હુમલોValsad Rape and Murder Case : વલસાડમાં યુવતીની બળાત્કાર બાદ હત્યાના કેસમાં સૌથી મોટો ખુલાસોShare Market News : ભારતીય શેરબજારમાં શાનદાર તેજી, સેન્સેક્સમાં 1700 પોઇન્ટનો ઉછાળોKarjan Farmers :  ડિજિટલ કાર્ડ માટે આધાર કાર્ડ રજિસ્ટ્રશન કરાવવામાં સર્વર વિલન, ખેડૂતોએ શું કરી માંગ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
સરકારી નોકરીઃ આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
IND vs AUS 1st Test: જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા, જાણો યુપી રાજસ્થાનના આંકડા શું કહે છે
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા
પીએમ આવાસ યોજનાની યાદીમાં નામ નથી આવતું? કેવી રીતે અરજી કરવી તે જાણો
પીએમ આવાસ યોજનાની યાદીમાં નામ નથી આવતું? કેવી રીતે અરજી કરવી તે જાણો
IND vs AUS 1st Test: પર્થ ટેસ્ટમાં બોલરોનો જોવા મળ્યો દબદબો, એક દિવસમાં પડી 17 વિકેટ 
IND vs AUS 1st Test: પર્થ ટેસ્ટમાં બોલરોનો જોવા મળ્યો દબદબો, એક દિવસમાં પડી 17 વિકેટ 
Embed widget