Arrested: કાલીચરણની મધ્યપ્રદેશના ખજુરાહોમાંથી ધરપકડ, ગાંધીજી વિરુદ્ધ કરી હતી અભદ્ર ટિપ્પણી
મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને NCP નેતા જિતેન્દ્ર આહવાડે કાલીચરણ મહારાજ વિરુદ્ધ ઠાણે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
Kalicharan Remarks on Mahatma Gandhi: મહાત્મા ગાંધી (Mahatma Gandhi)ને લઇને અપશબ્દો બોલનારા કાલીચરણ મહારાજની (Kalicharan Maharaj)ને પોલીસે ધરપકડ કરી લીધી છે. રાયપુર પોલીસે કાલીચરણને મધ્યપ્રદેશના ખજુરાહોમાંથી પકડી પાડ્યા છે. કાલી જીભ વાળા કાલીચરણ વિરુદ્ધ છત્તીસગઢથી લઇને મહારાષ્ટ્ર સુધી કેસ નોંધાઇ ચૂક્યા છે. મહારાષ્ટ્ર પોલીસ ઘણા દિવસોથી કાલીચરણની શોધખોળ કરી રહી હતી. પોલસ અનુસાર કેસ નોંધાયા બાદથી કાલીચરણ ગેસ્ટ હાઉસમાં છુપાયો હતો.
મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને NCP નેતા જિતેન્દ્ર આહવાડે કાલીચરણ મહારાજ વિરુદ્ધ ઠાણે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
કાલચરણ મહારાજે ગાંધીજી અંગે શું કહ્યું હતું?
રાયપુરમાં ધર્મસંસદમાં કાલીચરણ મહારાજે મહાત્મા ગાંધી સામે અપશબ્દોનો પ્રયોગ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે...... ઇસ્લામનું લક્ષ્ય રાજકારણના માધ્યમથી રાષ્ટ્ર પર કબજો કરવાનો છે. અમારી આંખોની સામે તેમણે 1947માં કબજો કરી લીધો હતો... તેમણે પહેલાં ઇરાન, ઇરાક અને અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યો હતો. તેમણે રાજકારણના માધ્યમથી બાંગ્લાદેશ અને પાકિસ્તાન પર કબજો કરી લીધો હતો. હું નાથુરામ ગોડસેને નમન કરું છું કે તેમણે.... તેને મારી નાંખ્યો.
કાલીચરણ સામે રાયપુરમાં કલમ 505 (2) અને 294 હેઠળ કેસ નોંધવામાં આવ્યા છે. જિલ્લાના પૂર્વ મેયર પ્રમોદ દુબેએ મહારાજ સામે FIR નોંધાવી હતી.
આ પણ વાંચો--
Govt Jobs 2022: જો તમે અનુવાદક બનવા માંગતા હો, તો અહીં અરજી કરો, 10 પાસ યુવાનો માટે સુવર્ણ તક
આલિયા ભટ્ટથી માંડીને મલાઇકા સુધીની એક્ટ્રેસ પીવે છે આ મોર્નિગ ડ્રિન્ક, જેથી ગ્લો કરે છે ચહેરો