આલિયા ભટ્ટથી માંડીને મલાઇકા સુધીની એક્ટ્રેસ પીવે છે આ મોર્નિગ ડ્રિન્ક, જેથી ગ્લો કરે છે ચહેરો
જો આપ અનુષ્કા શર્મા જેવી ખુબસુરતી ઇચ્છો છો તો અન્ડરફ્લોવર ટી પીવી જોઇએ. આ એક પાવરફુલ એન્ટીઓક્સિડન્ટ ટી છે

જો આપ અનુષ્કા શર્મા જેવી ખુબસુરતી ઇચ્છો છો તો અન્ડરફ્લોવર ટી પીવી જોઇએ. આ એક પાવરફુલ એન્ટીઓક્સિડન્ટ ટી છે. જેમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. તેને ઘરે બનાવવા માટે પાણીમાં લીંબુનો રસ અને બેકિંગ સોડા મિકસ કરીને બનાવી શકાય છે.
સોનમ કપૂર સ્વસ્થ અને સુંદર રહેવા માટે આઇસ્ડ ટીનું સેવન કરે છે. આ ટીમાં સાબુદાણાના દાણાને ઉમેરવામાં આવે છે. જેને પર્લ ટી પણ કહે છે. જો કે ભારતમાં તે બહુ પ્રચલિત નથી પરંતુ ફિટ રહેવા માટે કારગર પીણું છે.આ ટી મૂળ રીતે તાઇવાનની છે.
શિલ્પાની બ્યુટીનું રાજ નારિયેળ પાણી છે.આ સિવાય તે ટેન્ડર કોકોનટ, ગ્રેનેટ એપલ અને દાડમનું જ્યુસ પણ પીવે છે. શિલ્પાના અનુસાર આ બધા જ હેલ્થી ડ્રિન્ક છે. જે ફિટ અને ફ્રેશ રાખે છે. આ સિવાય તે સફરજ, પાઇનેપ્પલ. તુલસી, આદુથી બનેલ ગ્રીન જ્યુસ પણ પીવે છે.
મલાઇકા અરોરા ફિટ અને ફાઇન દેખાવવા માટે ગ્રીન સ્મૂધી પીવે છે. તેમણે જણાવ્યું કે, તે નિયમિત સવારે કોકોનટ અને એપ્પલ બેઇઝ્ડ ગ્રીન સ્મૂધીનું સેવન કરે છે. તે ફ્રેશ અને ફિટ રાખવામાં મદદ કરે છે.
આલિયા ભટ્ટ ખુદને સ્વસ્થ રાખવા માટે કોકમ અને બીટના જ્યુસ પર ભરોસો કરે છે. તે તેમનું બેસ્ટ મોર્નિગ જ્યુસ અને લાઇફ લાઇન છે.આ જ્યુસ બીમારી સામે લડવાની સાથે બ્લડ શુગર પણ મેઇન્ટેઇન કરે છે. આલિયા ડિટોક્સ ડ્રિન્ક માટે હૂંફાળા પાણીમાં લીબુંનો રસ, મધ ઉમેરીને પીવે છે. જે તેને હંમેશા તરોતાજા રાખે છે.
આ પણ વાંચો
Horoscope Today 29 December 2021: આ રાશિ પર વરસશે ગણેશજીની કૃપા, જાણો આજનો દિવસ કેવો રહેશે
વર્ષ 2022માં રાહુના રાશિ પરિવર્તનની આ 6 રાશિ પર થશે ખાસ અસર, જાણો કેવી ઘટનાના આપે છે સંકેત
Numerology 2022: આપની જન્મતારીખ આમાંથી કોઇ હશે તો આવનાર 2022નું વર્ષ આપના માટે હશે ખાસ
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

