શોધખોળ કરો

શું આવતીકાલથી iPhone, મેકબુક સહિત અનેક ડિવાઇસમાં નહીં ચાલે ઈન્ટરનેટ ? જાણો શું છે કારણ

30 સપ્ટેમ્બર 2021ના રોજ અનેક ડિવાઇસમાં IdentTrust DST Root CA X3 સર્ટિફિકેટ એક્સપાયર થઈ રહ્યા છે.

ઈન્ટરનેટ બ્લેકઆઉટ શબ્દ આપણે પહેલા પણ સાંભળી ચુક્યા છીએ. જેનો અર્થ ઈન્ટરનેટ સેવા ઠપ થવી થાય છે. છેલ્લા થોડા સમયથી ફરીથી આ શબ્દ ચર્ચામાં છે. તાજેતરમાં સામે આવેલા મીડિયા રિપોર્ટ મુજબ 30 સપ્ટેમ્બર એટલે કે આવતીકાલે વિશ્વભરમાં ઈટરનેટ સેવા ઠપ્પ થવાની સંભાવના છે. તેમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે 30 સપ્ટેમ્બરથી લાખો કમ્પ્યૂટર્સ, મોબાઇલ ડિવાઇસમાં ઇન્ટરનેટ સેવાનો લાભ નહીં મળી શકે.

શું થશે આવતીકાલે

30 સપ્ટેમ્બર 2021ના રોજ અનેક ડિવાઇસમાં IdentTrust DST Root CA X3 સર્ટિફિકેટ એક્સપાયર થઈ રહ્યા છે. આ સર્ટિફિકેટ એક ડિવાઇસ અને બીજા ડિવાઇસ વચ્ચે સુરક્ષિત કનેકશન એનક્રિપ્ટ કરે છે. આ સર્ટિફિકેટના કારણે તમારા દ્વારા ઉપયોગમાં લેવાતાં ડિવાઇસ અને વર્લ્ડ વાઇડ વાઇડ વેબ (www) વચ્ચે ટ્રાંસફર થતો ડેટા સુરક્ષિત રહે છે. એટલે કે વર્લ્ડ વાઇડ વેબ અને તમાર ડિવાઇસ વચ્ચે થઈ રહેલા ડેટા ટ્રાંસફરને વચ્ચેથી કોઈ ચોરી શકતું નથી.

સરળ ભાષામાં સમજીએ જો કોઈ વેબ પેજની લિંક પર શરૂઆતામાં https જોવા મળે તો તેનો મતલબ લિંક સુરક્ષિત છે અને આ માટે IdentTrust DST Root CA X3  સર્ટિફિકેટ આપવામાં આવ્યું હોય છે. પરંતુ સૌથી મોટો સવાલ એ  થાય છે કે આ સર્ટિફિકેટ એક્સપાયર થયા બાદ તમામ ડિવાઇસ પ્રભાવિત થશે કે અમુક ડિવાઇસ ?

કયા ડિવાઇસમાં નહીં ચાલે ઇન્ટરનેટ

TechCrunch ના રિપોર્ટ પ્રમાણે, આ ઈન્ટરનેટ બ્લેકઆઉટના કારણે મર્યાદીત માત્રામાં ડિવાઇસ (કમ્પ્યુટર, ટેબલેટ,સ્માર્ટફોન) પ્રભાવિત થશે. જે ડિવાઇસ અપ ટૂ ડેટ નથી તેના પર અસર જોવા મળશે. નવા અને અપડેટેડ ડિવાઇસ પર તેની કોઇ અસર નહીં થાય. સ્માર્ટફોન કે મોબાઇલ ઇન્ટરનેટ યૂઝર્સની વાત કરીએ તો એન્ડ્રોઈડ 7.11  કે તેનાથી પહેલાની ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલતા ડિવાઇસમાં ઇન્ટરનેટ નહીં ચાલે. આ ઉપરાંત iOS 10 કે પહેલાની ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલતાં iPhones, iPads વગેરે તેના કારણે પ્રભાવિત થશે. કમ્પ્યૂટર કે પીસીની વાત કરીએ તો macOS 2016 અને Windows XP (સર્વર પેક 3) ઓપરેટિંગ સિસ્ટમની પહેલાની OS ઉપયોગ કરતાં ડિવાઇસ પણ પ્રભાવિત થશે. આ ઉપરાંત ગેમિંગ કંસોલ જેવા કે PS3, PS4ની સાથે  Blackberryના ડિવાઇસ પર પણ ઇન્ટરનેટ નહીં ચાલે.

બ્લેક આઉટથી બચવા શું કરશો

તેનાથી બચવા માટે તમે સ્માર્ટફોન, ટેબલેટ, કમ્પ્યુટર વગરેમાં લેટેસ્ટ અપડેટ ઈન્સ્ટોલ કરો. Windows યૂઝર તેમના PCની કંટ્રોલ પેનલમાં જઈ લેટેસ્ટ Windows Update ચેક કરો. જો તમે iMac, iPad અને Apple ડિવાઇસ ઉપયોગ કરતા હો તો ઓપરેટિંગ સિસ્ટમના સેટિંગ્સમાં જઈને લેટેસ્ટ અપડેટ ચેક કરો. Android યૂઝર પોતાના ડિવાઇસના સેટિંગ્સમાં જઈને અબાઉટ ફોન પર ટેપ કરીને ફોનના OSના લેટેસ્ટ વર્ઝન ચેક કરીને અપડેટ કરો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

India Weather: કાલે દેશના આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનની આગાહી 
India Weather: કાલે દેશના આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનની આગાહી 
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
NCR-Rain: દિલ્હીમાં ધોધમાર વરસાદ, સંગમ વિહાર-નજફગઢ સહિત વિસ્તારો પાણીમાં ગરકાવ, ટ્રાફિક જામથી વાહનચાલકો પરેશાન
NCR-Rain: દિલ્હીમાં ધોધમાર વરસાદ, સંગમ વિહાર-નજફગઢ સહિત વિસ્તારો પાણીમાં ગરકાવ, ટ્રાફિક જામથી વાહનચાલકો પરેશાન
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Embed widget