શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
શું છે INX મીડિયા કેસ, કઇ ચાર શરતો પર સુપ્રીમ કોર્ટે ચિદમ્બરમને આપ્યા જામીન? જાણો વિગતે
ચિદમ્બરમ છેલ્લા 106 દિવસથી જેલમાં હતા. ખાસ વાત છે કે કોર્ટે આ જામીન શશરત આપ્યા છે
નવી દિલ્હીઃ પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત મળી છે, આઇએનએક્સ મીડિયા કેસ મામલે ચિદમ્બરમને કોર્ટે જામીન આપ્યા છે, આ મામલો ED સાથે જોડાયેલો છે, જેમાં તેમને જામીન મળ્યા છે. આ પહેલા ચિદમ્બરમને સીબીઆઇ સાથે જોડાયેલા કેસમાં જામીન મળી ચૂક્યા છે.
ચિદમ્બરમ આ કેસના હાઇકોર્ટના ચૂકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો, જેના પર બુધવારે સુપ્રીમ કોર્ટે 2 લાખના બૉન્ડની સાથે ચિદમ્બરમના જામીન મંજૂર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, ચિદમ્બરમ છેલ્લા 106 દિવસથી જેલમાં હતા. ખાસ વાત છે કે કોર્ટે આ જામીન શશરત આપ્યા છે.
સુપ્રીમ કોર્ટે આ 4 શરતો પર આપ્યા ચિદમ્બરમને જામીન..... પરમીશન વિના દેશ છોડીને નહીં જઇ શકે ચિદમ્બરમ જામીન માટે 2 લાખનો બૉન્ડ ભરવો પડશે સાક્ષીઓ સાથે સંપર્ક નહીં કરી શકે ચિદમ્બરમ કેસ મામલે ચિદમ્બરમ કોઇપણ પ્રકારનું નિવેદન નહીં આપી શકે કેસ મામલે ચિદમ્બરમ કોઇપણ મીડિયાને ઇન્ટરવ્યૂ નહીં આપી શકેSupreme Court grants bail to former Finance Minister & Congress leader P Chidambaram in INX Media money laundering case, registered by the Enforcement Directorate (ED). pic.twitter.com/m2yWKFNOlT
— ANI (@ANI) December 4, 2019
શું છે આઇએનએક્સ મીડિયા કેસ
આઇએનએક્સ મીડિયા ગ્રુપને 2007માં 305 કરોડ રૂપિયાના વિદેશી ફંડ મેળવવા સંબંધમાં કૌભાંડ સામે આવ્યુ હતુ. આ મામલે બહાર આવ્યુ હતુ કે ફંડ માટે ક્લિયરન્સ આપવા માટે વિદેશ નિવેશ પ્રોત્સાહન બોર્ડ (એફઆઇપીબી)માં ગડબડી થઇ હતી. તે સમયે પી.ચિદમ્બરમ નાણામંત્રી હતા. સીબીઆઇએ મે, 2017માં પી.ચિદમ્બરમ વિરુદ્ધ એફઆઇઆઇર નોંધી હતી. કોંગ્રેસ નેતા પર આરોપ છે કે આઇએનએક્સ મીડિયા ગ્રુપને લાયસન્સ આપવાના બદલે તેમને પોતાના પુત્રની કંપનીને મદદ કરવાનો પ્રસ્તાવ મુક્યો હતો. તેમના પર પદનો દુરપયોગ, મની લૉન્ડ્રિંગનો આરોપ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
આઈપીએલ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion