Iran Israel War: ઈરાનથી ભારતીય વિદ્યાર્થીઓને લઇને દિલ્હી પહોંચ્યું ચાર્ટર્ડ પ્લેન, 1000 ભારતીયોને વતન પરત લવાશે
Iran Israel War: ઈરાન અને ઈઝરાયલ વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે ભારતે 'ઓપરેશન સિંધુ' શરૂ કરીને પોતાના નાગરિકોને સુરક્ષિત રીતે પરત લાવવાનું કામ શરૂ કર્યું છે

Iran Israel War: ઈરાન અને ઈઝરાયલ વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે ભારતે 'ઓપરેશન સિંધુ' શરૂ કરીને પોતાના નાગરિકોને સુરક્ષિત રીતે પરત લાવવાનું કામ શરૂ કર્યું છે. આ અભિયાન હેઠળ ઈરાનના માશહદથી પહેલું ચાર્ટર્ડ વિમાન શુક્રવારે રાત્રે લગભગ 11:40 વાગ્યે નવી દિલ્હીના ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતર્યું હતું. આ ફ્લાઇટ ઈરાનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ અને નાગરિકો હતા.
#WATCH | #OperationSindhu | Delhi: Zia Kulsum, an Indian National evacuated from Iran, says, "... The situation in Iran is not good. We were very worried. The government helped us a lot and brought us back home safely." https://t.co/WlNYvdeVyg pic.twitter.com/KpcSmHwVZb
— ANI (@ANI) June 21, 2025
ભારત સરકાર તબક્કાવાર રીતે માશહદથી કુલ 1,000 ભારતીયોને પરત લાવી રહી છે. આ બચાવ કામગીરી માટે ઈરાનની મહન એરની ચાર્ટર્ડ ફ્લાઇટ્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
#WATCH | #OperationSindhu | Delhi: Another flight carrying evacuated Indian Nationals from Iran, reaches Delhi. People raise slogans of 'Bharat Mata ki Jai' as they leave the airport. pic.twitter.com/eSEbij495E
— ANI (@ANI) June 20, 2025
અમે ભારતીયોને પોતાના લોકો જ માનીએ છીએ- ઈરાન
ઈરાનમાં ભારતીય દૂતાવાસના ડેપ્યુટી ચીફ મોહમ્મદ જાવદ હુસૈનીએ મીડિયાને માહિતી આપતા કહ્યું હતું, "અમે ભારતીયો સાથે અમારા પોતાના લોકો જેવો વ્યવહાર કરીએ છીએ. ઈરાનનું હવાઈ ક્ષેત્ર બંધ છે પરંતુ અમે ભારતીય નાગરિકોના સુરક્ષિત સ્થળાંતર માટે તેને અસ્થાયી રૂપે ખોલવાની વ્યવસ્થા કરી રહ્યા છીએ."
ઈરાની અધિકારીએ કહ્યું હતું કે, "પહેલી ફ્લાઇટ શુક્રવારે રાત્રે દિલ્હી પહોંચશે અને શનિવારે વધુ બે ફ્લાઇટ્સ ભારત માટે રવાના થશે." બીજી ફ્લાઇટ શનિવારે સવારે અશગાબાતથી રવાના થશે અને લગભગ 10 વાગ્યે દિલ્હી પહોંચશે, જ્યારે ત્રીજી ફ્લાઇટ શનિવારે સાંજે ભારત પહોંચશે.
ભારતે ઓપરેશન 'સિંધુ' શરૂ કર્યું છે
આ રાહત પગલું એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે પરિસ્થિતિ સતત બગડી રહી છે અને આ ક્ષેત્રમાં યુદ્ધ જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. આવી સ્થિતિમાં ભારત સરકારે તત્પરતા બતાવી અને ઓપરેશન સિંધુ શરૂ કર્યું હતું જેથી માત્ર વિદ્યાર્થીઓ જ નહીં પરંતુ અન્ય ફસાયેલા ભારતીય નાગરિકોને પણ સુરક્ષિત રીતે બહાર કાઢી શકાય.
વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સરકાર દરેક નાગરિકની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે અને આ સંકટની ઘડીમાં દરેક જરૂરી સહાય પૂરી પાડવામાં આવી રહી છે.





















