શોધખોળ કરો
16 વર્ષ ભૂખ હડતાલ કરનાર ઈરોમ શર્મિલાએ કરી નવી પાર્ટીની જાહેરાત

ઈમ્ફાલ: ઈરોમ શર્મિલાએ મંગળવારે ઇંમ્ફાલમાં પોતાની પાર્ટીની જાહેરાત કરી હતી. આ પાર્ટીનું નામ ‘ પીપલ્સ રિસર્જન્સ એંડ જસ્ટીસ અલાયંસ’ રાખવામાં આવ્યું છે. મણિપુરની આયરન લેડી તરિકેની ઓળખ ધરાવતી ઈરોમ શર્મિલાએ AFSPA ની વિરૂધ્ધમાં 16 વર્ષ સુધી ભૂખ હડતાલને પૂર્ણ કરી ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. મીડિયા રિપોર્ટસ મુજબ ઇરોમ શર્મિલા ખુરર્ઈ અથવા થોબલથી ચૂંટણી લડી શકે છે. મણિપુરના હાલના મુખ્યમંત્રી ઓકરામ ઈબોબી પણ અહિંયાથી ચૂંટણી લડે છે. થોડા સમય પહેલા ઈરોમ શર્મિલાએ દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મળી સૌ કોઈને ચોંકાવી દિધા હતા. ઈરોમે કેજરીવાલ સાથેની મુલાકાત બાદ કહ્યું હતું કે તે કેજરીવાલ પાસેથી ધણું શીખવા માંગે છે.
વધુ વાંચો





















