(Source: ECI/ABP News/ABP Majha)
મોદી સરકારે કલમ 341 નાબૂદ કરીને SC-ST-OBC અનામત નાબૂદ કરવાની કરી તૈયારી ? જાણો મોદી સરકારે શું કહ્યું ?
મેસેજમાં આગળ લખ્યું છે કે, કલમ 341ને હટાવવા માટે પૂરી તૈયારી કરી લેવામાં આવી છે.
નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર અવારનવાર કોઈને કોઈ સૂચના સાથે જોડાયેલ કોઈને કોઈ ભ્રામક મેસેજ વાયરલ થતા રહે છે. ઘણી વખત સંવેદનશીલ મુદ્દાને ઉઠાવીને લોકોને ભડકાવવાનું કામ કરવામાં આવે છે. એક આવો જ મેસેજ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, કેન્દ્ર સરકાર કલમ 341 ખત્મ કરવા જઈ રહી છે. હવે આ મામલે કેન્દ્ર સરકાર તરફથી ખુલાસો કરવામાં આવ્યો છે.
વિતેલા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે એનઆરસી, સીએએ અને એનપીઆરની આગ ઢરી નથી ત્યાં તો મોદી સરકાર વધુ એક કાયદો લાવવા જઈ રહી છે, જેમાં ઓબીસી, એસસી, એસટીનો હક અધિકાર સમાપ્ત થવાના છે. વાયરલ મેસેજમાં કહેવામાં આવ્યું છે કે, કલમ 341 હટાવવા જઈ રહી છે, જે અંતર્ગત ઓબીસી, એસસી, એસટીનું જન્મ પ્રમાણપત્ર બને છે અને તેના આધારે તેમને અનામત મળે છે.
एक #WhatsApp मैसेज में दावा किया जा रहा है कि केंद्र सरकार धारा 341 को हटाने जा रही है। #PIBFactCheck: यह दावा #फ़र्ज़ी है। केंद्र सरकार द्वारा धारा 341 हटाने हेतु कोई प्रस्ताव नहीं दिया गया है। ऐसे भ्रामक संदेशों को साझा न करें। pic.twitter.com/FBsz1Okjjc
— PIB Fact Check (@PIBFactCheck) April 9, 2021
મેસેજમાં આગળ લખ્યું છે કે, કલમ 341ને હટાવવા માટે પૂરી તૈયારી કરી લેવામાં આવી છે. તમામ બહુજન, ઓબીસી, એસસી, એસટીના લોકો જાગી જાય અને મનુવાદી સરકાર સામે લડવા માટે કમર કસી લો. જેટલા પણ ક્રાંતિકારી ગ્રુપ છે તેને આ મેસેજ ફોરવર્ડ કરો. આ મેસેજની કેન્દ્ર સરકારની ફેક્ટ ચેક એજન્સી પીઆઈબીએ તપાસ કરી છે. તેમની તપાસમાં આ મેસેજ ખોટો હોવાનું સામે આવ્યું છે.
પીઆઈબીએ ટ્વીટ કરીને લખ્યું કે, એક વોટ્સએપ મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, કેન્દ્ર સરકાર કલમ 341 હટાવવા જઈ રહી છે. #PIBFactCheck: આ દાવો ખોટો છે. કેન્દ્ર સરકાર દ્વારા કલમ 341 હટાવાવનો કોઈ પ્રસ્તાવ નથી આવ્યો. આવા ભ્રામક મેસેજને શેર ન કરો
નોંધનીય છે કે, પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. કોઈ પણ પીઆઈબી ફેક્ટ ચેકનો સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.