શોધખોળ કરો
Advertisement
મોદી સરકાર 4000 રૂપિયામાં કોરોના વેક્સિન ઓનલાઈન વેચી રહી છે ? જાણો સરકારે શું કહ્યું ?
આજકાલ કોરોના રસીકરણા નામે ખૂબ ફ્રોડ થઈ રહ્યા છે. પીઆઈબી ફેક્ટ ચેકમાં રસીકરણે લઈને સોશિયલ મીડિયા પર ચાલી રહેલ અનેક દાવાને ફગાવી દેવામાં આવ્યા છે.
નવી દિલ્હીઃ કોરોના રસીકરણા નામે ફોન કોલ, ઈમેલ, વોટ્સઅપ અને અન્ય શોસિયલ મીડિયા મંચો દ્વારા કોઈની પણ સાથે તમારી વ્યક્તિગત માહિતી શેર ન કરો. સાઈબર ઠગ તેના દ્વારા ફ્રોડ કરી શકે છે. કેટલાક સાઈબર ઠગ રસીકરણના રજિસ્ટ્રેશનના નામે લોકોને ફો કરીને વ્યક્તિગત માહિતી મેળવાવનો પ્રયત્ન કીર રહ્યા છે. આ રીતે તે વ્યક્તિગત જાણકારી મેળવીને બાદમાં વેરીફાઈ કરવાનું કહીને ઓટીપી શેર કરવા માટે કહે છે.
આજકાલ કોરોના રસીકરણા નામે ખૂબ ફ્રોડ થઈ રહ્યા છે. પીઆઈબી ફેક્ટ ચેકમાં રસીકરણે લઈને સોશિયલ મીડિયા પર ચાલી રહેલ અનેક દાવાને ફગાવી દેવામાં આવ્યા છે. પીઆઈબી અનુસાર એક વેબસાઈટ 'https://mohfw.xyz' સ્વાસ્થ્ય અને પરિવારણ કલ્યાણ મંત્રાલયની સત્તાવાર વેબસાઈટ હોવાનો દાવો કરી રહી છે અને 4000થી 6000 રૂપિયામાં COVID19 Vaccine ની ઓફર કરી રહી છે. સાથે જ પીઆઈબીએ ટ્વીટ કરીને કહ્યું છે કે, આ ફેક એટલે કે નકલી વેબસાઇટ છે.
નોંધનીય છે કે, પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. કોઈ પણ પીઆઈબી ફેક્ટ ચેકનો સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.A website 'https://t.co/SIgT5rr7w1' is impersonating the official website of Ministry of Health & Family Welfare and is claiming to offer #COVID19Vaccine for ₹ 4000-6000#PIBFactCheck: This is a #FAKE website. pic.twitter.com/vdMwA2PsSR
— PIB Fact Check (@PIBFactCheck) February 11, 2021
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement