Jammu kashmir: PM મોદીના પ્રવાસના બે દિવસ અગાઉ જમ્મુમાં આતંકી હુમલો, ત્રણ આતંકી ઠાર, એક જવાન શહીદ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જમ્મુ કાશ્મીરના પ્રવાસના બે દિવસ અગાઉ આતંકીઓએ હુમલો કર્યો છે
કાશ્મીરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જમ્મુ કાશ્મીરના પ્રવાસના બે દિવસ અગાઉ આતંકીઓએ હુમલો કર્યો છે. આ હુમલામાં એક જવાન શહીદ થયો છે અને ચાર જવાન ઇજાગ્રસ્ત થયા છે. આતંકીઓએ આ હુમલો જમ્મુના સુંજવા વિસ્તારમાં કર્યો હતો. જમ્મુ પોલીસના એડીજીપીના કહેવા પ્રમાણે, આતંકીઓ છૂપાયા હોવાની જાણકારી મળ્યા બાદ વિસ્તારને ઘેરી લેવાયો હતો.
Jammu & Kashmir | One security force jawan martyred and 4 jawans injured in the encounter in Sunjwan area of Jammu.
— ANI (@ANI) April 22, 2022
Visuals of security forces' deployment deferred by unspecified time pic.twitter.com/JEffOONN11
જમ્મુ પોલીસના કહેવા પ્રમાણે, જમ્મુના બઠિંડી વિસ્તારમાં રાત્રે આતંકવાદીઓ છૂપાયા હોવાની જાણકારી મળી હતી. ત્યારબાદ વિસ્તારને ઘેરી લેવાયો હતો. બાદમાં આતંકીઓએ સુરક્ષાદળો પર ફાયરિંગ શરૂ કરી દીધી હતી. જેનો સુરક્ષા દળોએ જડબાતોડ જવાબ આપ્યો હતો. આ ફાયરિંગમાં એક જવાન શહીદ થયો હતો અને ચાર જવાન ઘાયલ થયા હતા.
#UPDATE | 1 security force jawan martyred and 4 jawans injured in the encounter. We had cordoned off the area in the night. Encounter still underway (in Sunjwan area of Jammu). Terrorists seem to have hidden in a house: Mukesh Singh, ADGP Jammu Zone pic.twitter.com/sHN7isoyDL
— ANI (@ANI) April 22, 2022
જમ્મુના એડીજીપી મુકેશ સિંહે કહ્યું કે અમે રાત્રે વિસ્તારને ઘેરી લીધો હતો અમને આતંકવાદીઓ છૂપાયા હોવાની જાણકારી મળી હતી. અથડામણ હજી ચાલી રહી છે. એવું લાગી રહ્યું છે કે આતંકવાદીઓ કોઇ ઘરમાં છૂપાયા છે. બીજી તરફ બારામુલ્લામાં પણ એન્કાઉન્ટર ચાલી રહ્યું છે અહી ત્રણ આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે. એક કે બે આતંકીઓ છૂપાયા હોવાની આશંકા છે.