શોધખોળ કરો
Advertisement
જમ્મૂ કશ્મીરના પૂંછમાં બે પાકિસ્તાની આતંકીને સેનાએ કર્યા ઠાર
સુરક્ષાદળોએ જમ્મુના પૂંછમાં પાકિસ્તાનના એક નાપાક કવતરાને નિષ્ફળ કરતા જિલા વિકાસ પરિષદની ચૂંટણીમાં ગડબડી કરવા આવેલા બે પાકિસ્તાની આતંકીને ઠાર કર્યો છે.
જમ્મુ: સુરક્ષાદળોએ જમ્મુના પૂંછમાં પાકિસ્તાનના એક નાપાક કવતરાને નિષ્ફળ કરતા જિલા વિકાસ પરિષદની ચૂંટણીમાં ગડબડી કરવા આવેલા બે પાકિસ્તાની આતંકીને ઠાર કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ બંને આતંકી હાલમાં જ ઘુસણખોરી કરી કાશ્મીરના શોપિયા જઈ રહ્યા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર જમ્મુ કાશ્મીરમાં ચાલી રહેલા જિલ્લા વિકાસ પરિષદ ચૂંટણીમાં ગડબડ કરવાના હેતુથી ત્રણ આતંકીઓએ ત્રણ દિવસ પહેલા ઘુસણખોરી કરી હતી. પોલીસનું માનીએ તો આતંકીઓએ શોપિયા જવાની ફિરાકમાં હતા. આ સૂચના બાદ પોલીસ ત્રણેય આતંકીઓની શોધમાં હતી.
જમ્મુ પોલીસનો દાવો છે કે બે દિવસ પહેલા પોલીસ પાર્ટી ત્યાં પહોંચી, પરંત બરફવર્ષાના કારણે ઓપરેશન શરૂ ન થઈ શક્યું. રવિવારે સાંજે વિસ્તારમાં અથડામણ શરૂ થઈ અને સુરક્ષાદળોએ તેને સરેન્ડર માટે કહ્યું, આતંકીઓએ ફાયરિંગ શરૂ કર્યું. આ ફાયરિંગમાં સુરક્ષાદળોએ બે પાકિસ્તાની આતંકીને ઠાર કર્યા હતા.
આ આતંકીઓની ઓળખ સાજિદ અને બિલાલના રૂપમાં થઈ છે. પોલીસે અથડામણવાળા સ્થળ પરથી એકે-47 રાઈફલ, 1 યૂબીજીએલ અને એર થોરાટા સ્માર્ટફોન મળી આવ્યો છે હાલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
આરોગ્ય
ઓટો
રાજકોટ
Advertisement
gujarati.abplive.com
Opinion