શોધખોળ કરો
Advertisement
જમ્મુ કાશ્મીર: વેતનની માંગને લઈ મજૂરો રસ્તા પર ઉતર્યા, પત્થરમારો-તોડફોડ કરી
2 મહીનાનું વેતન ન મળતા જમ્મુ-પઠાણકોટ નેશનલ હાઈવે પર કઠુઆ પાસે ચિનાબ ટેક્સટાઈલ મિલના સેંકડો મજૂરો રસ્તા પર ઉતરી આવ્યા હતા.
જમ્મુ: કોરોના વાયરસના કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉનથી શ્રમિકોની હાલત કફોડી બની છે. ત્યારે જમ્મુના કઠુઓ ટેક્સટાઈલ મિલના સેંકડો મજૂરો 2 મહીનાનું વેતન ન મળતા શુક્રવારે રસ્તા પર ઉતાર્યા હતા. રોષે ભરાયેલા મજૂરોએ ટેક્સટાઈલ મિલ પર પત્થરમારો કર્યો અને જમ્મુ-પઠાનકોટ હાઈવે પર તોડફોડ કરી હતી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસ પર પણ પત્થરમારો કર્યો હતો.
જમ્મુ-પઠાણકોટ નેશનલ હાઈવે પર કઠુઆ પાસે ચિનાબ ટેક્સટાઈલ મિલના સેંકડો મજૂરો રસ્તા પર ઉતરી આવ્યા હતા. મજૂરોનો આરોપ છે કે, લોકડાઉનના કારણે ફેક્ટ્રીમાં કામ નથી થઈ રહ્યું અને તેમને વેતન નામ પર થોડાક જ રૂપિયા આપવામાં આવી રહ્યાં છે. જેનાથી તેમનો ખર્ચો નીકળી રહ્યો નથી. પોતાના વેતનની માંગ સાથે આ મજૂરોને ઘરે મોકલવા અને બાકીનું વેતન જલ્દી ચૂકવે તેવી માંગ કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
Advertisement