J&K: શ્રીનગરમાં CRPF બંકર પર મોટો ગ્રેનેડ હુમલો, 12 લોકો ઈજાગ્રસ્ત
જમ્મુ-કાશ્મીરમાં ફરી આતંકી હુમલા વધી રહ્યા છે. શ્રીનગરમાં રવિવાર (3 નવેમ્બર, 2024)ના મોટો ગ્રેનેડ હુમલો થયો હતો. આ હુમલો ઓલ ઈન્ડિયા રેડિયો સ્ટેશનની બહાર CRPFના બંકર પર કરવામાં આવ્યો હતો.
Grenade Attack on CRPF bunker: જમ્મુ-કાશ્મીરમાં ફરી આતંકી હુમલા વધી રહ્યા છે. શ્રીનગરમાં રવિવાર (3 નવેમ્બર, 2024)ના મોટો ગ્રેનેડ હુમલો થયો હતો. આ હુમલો ઓલ ઈન્ડિયા રેડિયો સ્ટેશનની બહાર CRPFના બંકર પર કરવામાં આવ્યો હતો. પ્રારંભિક મીડિયા અહેવાલો અનુસાર, આ હુમલામાં 12 નાગરિકો ઘાયલ થયા છે. ગઈકાલે, અનંતનાગ અને શ્રીનગરના ખાનયારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ભીષણ અથડામણ થઈ હતી, જેમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા. માર્યા ગયેલા આતંકવાદીઓમાં પાકિસ્તાન સ્થિત લશ્કરનો એક વરિષ્ઠ કમાન્ડર પણ સામેલ છે, જે કોઈ મોટા ગુનાને અંજામ આપવા માટે વિસ્તારના એક ઘરમાં છુપાયેલો હતો.
પ્રારંભિક મીડિયા અહેવાલો અનુસાર, આ હુમલામાં 12 નાગરિકો ઘાયલ થયા છે. ઘટના બાદ કાશ્મીર પોલીસનું સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ તપાસ માટે તૈનાત કરવામાં આવ્યું છે. હુમલાખોરોને પકડવા માટે સર્ચ ઓપરેશન પણ શરૂ કરવામાં આવ્યું છે.
#WATCH | Jammu and Kashmir: Militants hurled grenade at TRC, Sunday market in Srinagar. More details awaited. pic.twitter.com/97EGapejDT
— ANI (@ANI) November 3, 2024
આ હુમલો મુખ્ય શ્રીનગરમાં TRC ઓફિસ પાસે સન્ડે બજારમાં થયો હતો. બ્લાસ્ટની ચપેટમાં સન્ડે બજારની ભીડ પ્રભાવિત થઈ હતી, જેમાં 10 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.
હાલમાં જ સમાચાર સામે આવ્યા હતા કે શ્રીનગરના ખાનયાર વિસ્તારમાં સુરક્ષા દળોએ એક એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તૈયબાના કમાન્ડર ઉસ્માન ભાઈને ઠાર માર્યો હતો. આઈજીપી કાશ્મીર વીકે બિરડીએ લશ્કર કમાન્ડર ઉસ્માનને ઠાર મારવાની પુષ્ટિ કરી હતી. તેમણે કહ્યું કે ઉસ્માન આતંકવાદ સાથે જોડાયેલા ઘણા મામલામાં સામેલ હતો. તે બિન-કાશ્મીરીઓ અને સુરક્ષા દળો પર હુમલામાં સામેલ હતો. તે ઈન્સ્પેક્ટર મસરૂરની હત્યામાં પણ સામેલ હતો.
શનિવારે સવારે શ્રીનગરના ખાનયાર વિસ્તારમાં થયેલા એન્કાઉન્ટરમાં ચાર સુરક્ષાકર્મીઓ પણ ઘાયલ થયા હતા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ ખાનયાર વિસ્તારને ઘેરી લીધો હતો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. તેમણે કહ્યું કે આ દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગોળીબાર કર્યો, ત્યારબાદ સુરક્ષા દળોએ પણ જવાબી કાર્યવાહી કરી અને સર્ચ ઓપરેશન અથડામણમાં ફેરવાઈ ગયું. અધિકારીઓએ જણાવ્યું હતું કે એક આતંકવાદી માર્યો ગયો છે. તે આતંકવાદી પાકિસ્તાની હતો અને લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલો હતો.