જમ્મુ કાશ્મીરના ગૃહ વિભાગે પથ્થરબાજોને સરકારી નોકરી ન આપવાની સાથે અન્ય ક્યો મહત્વનો નિર્ણય કર્યો
જમ્મુ કાશ્મીર પોલીસના આ નિર્ણયને ભાજપે આવકાર્યો છે. ભાજપના સ્થાનિક અઘ્યક્ષે કહ્યું કે, પથ્થરબાજો માટે લેવાયેલ આ નિર્ણય સુરક્ષાને ધ્યાનમાં રાખતા યોગ્ય પગલું છે.
શ્રીનગર: જમ્મુ કાશ્મીર પોલીસના આ નિર્ણયને ભાજપે આવકાર્યો છે. ભાજપના સ્થાનિક અઘ્યક્ષે કહ્યું કે, પથ્થરબાજો માટે લેવાયેલ આ નિર્ણય સુરક્ષાને ધ્યાનમાં રાખતા યોગ્ય પગલું છે.
જમ્મુ કાશ્મીરમાં હવે પથ્થરબાજોને પાસપોર્ટ અને સરકારી નોકરી નહીં મળે. પોલીસની સીઆઇડી વિભાગે પથ્થરબાજી કે અન્ય ખતરનાક પ્રવૃત્તિમાં સામેલ લોકોને સરકારી નોકરી, પાસપોર્ટ આપવા માટે NOC ન આપવાનો નિર્ણય કર્યો છે.
કાશ્મીરમાં સીઆઇડીની વિશેષ શાખાના વરિષ્ઠ અધિક્ષક SSPએ શનિવારે એક આદેશ જાહેર કરતા આ નિર્ણય લીધો છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે, જે પથ્થરાબાજીની પ્રવૃતિમાં સામેલ છે એવા લોકોને પાસપોર્ટ કે અન્ય કામ માટે આપાવમાં આવતું NOC નહી મળે. આ પ્રવૃતિ સાબિત કરવા માટે સુરક્ષા એજેન્સી પાસે રહેલા સીસીટીવી ફૂટેજ, ફોટો, વીડિયો, ઓડિયો ક્લિપને પણ ધ્યાનમાં લેવાશે જો આવી વ્યક્તિ હિસાત્મક પ્રવૃતિમાં સામેલ હશે તો તેમને સુરક્ષા મંજૂરી આપવાથી ઇન્કાર કરવો જોઇએ.
નિર્ણયને ભાજપના અધ્યક્ષે આવકાર્યો
જમ્મુ પ્રદેશ અધ્યક્ષ રવિંદર રૈનાએ જમ્મુ પોલીસના આ નિર્ણયને આવકાર્યો છે. તેમણે કહ્યું કે, પાસપોર્ટ તેમજ સરકારી સેવાઓ માટે સુરક્ષા મંજૂરી ન આપવી કેન્દ્રશાસિત પ્રદેશ પ્રશાસનનો નિર્ણય આવકાર્ય છે.
રૈનાએ આ મામલે રવિવાર પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે, આ એક મહત્વપૂર્ણ નિર્ણય છે. જે દેશ સામે ષડયંત્ર કરનાર અને બાદ જવાબદારીથી બચવા માટે વિદેશ ભાગી જતાં લોકો માટે એક મોટો ઝટકો છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ રવિન્દ્ર રૈનેએ કહ્યું કે, આતંકવાદ વિરોધી અભિયાનમાં ગતિ આવ્યાં બાદ આ નિર્ણય પ્રસંશનિય છે. તેમણે જમ્મુ કાશ્મીરના ગૃહ વિભાગ, પોલીસ, ઉપરાજ્યપાલ મનોજ સિન્હાની પ્રશંસા કરી છે.
રૈનાએ કહ્યું કે, આવા ઉપદ્રવી તત્વો ભાગવા માટે પાસપોર્ટનો ઉપયોગ કરે છે અને સરકારી નોકરી અને વિકાસ પરિયોજનાનો કોન્ટ્રાક્ટ લેવામાં પણ સફળ થઇ જાય છે. આ નવા આદેશ મુજબ હવે આવા તત્વોનો સુરક્ષા મંજૂરી નહી મળે. જે એક મહત્વપૂર્ણ નિર્ણય છે.