jammu kashmir: LOC પાસે સેનાના વાહન પર આતંકી હુમલો, 5 જવાન ઘાયલ
jammu kashmir: એલઓસી નજીક બોટાપથર ગુલમર્ગના નાગીન પોસ્ટ વિસ્તાર પાસે સેનાના વાહન પર હુમલો કરવામાં આવ્યો હતો. સૂત્રોનું કહેવું છે કે આ ઘૂસણખોરીનો પ્રયાસ હોઈ શકે છે.
jammu kashmir: જમ્મુ-કાશ્મીરમાં LOC પાસે આતંકી હુમલાના સમાચાર છે. આતંકીઓએ સેનાના વાહનને નિશાન બનાવ્યું છે. આ હુમલામાં 5 જવાન ઘાયલ થયા છે.
Terrorist attack on an Army vehicle which was part of a convoy in J&K's Baramulla in which a civilian porter has been killed. Four soldiers have also been injured in the attack. More details awaited: Army Officials pic.twitter.com/WCI5pCa2RS
— ANI (@ANI) October 24, 2024
જણાવવામાં આવી રહ્યું છે કે એલઓસી નજીક બોટાપથર ગુલમર્ગના નાગીન પોસ્ટ વિસ્તાર પાસે સેનાના વાહન પર હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે ઘટનાની પુષ્ટિ કરી છે. જોકે, સેના તરફથી પુષ્ટિની રાહ જોવાઈ રહી છે. સૂત્રોનું કહેવું છે કે આ ઘૂસણખોરીનો પ્રયાસ હોઈ શકે છે.
સેના અને આતંકીઓ વચ્ચે ગોળીબાર
બારામુલ્લા પોલીસે આ ઘટનાને લઈને ચેતવણી જાહેર કરી છે. પોલીસે જણાવ્યું છે કે બારામુલ્લા જિલ્લાના બુટાપથરી સેક્ટરમાં નાગિન પોસ્ટ પાસે સેના અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબારની ઘટના બની હતી. પોલીસે કહ્યું છે કે તથ્યોની પુષ્ટિ કર્યા પછી વધુ માહિતી શેર કરવામાં આવશે.
આ હુમલો એવા સમયે થયો છે જ્યારે થોડા કલાકો પહેલા જ જમ્મુ-કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં આતંકવાદીઓએ એક મજૂર પર ગોળીબાર કર્યો હતો. ઘાયલ મજૂરની ઓળખ ઉત્તર પ્રદેશના રહેવાસી પ્રીતમ તરીકે થઈ છે.
કહેવામાં આવી રહ્યું છે કે આતંકીઓએ સેનાના વાહન પર ઘાત લગાવીને હુમલો કર્યો છે. સેના અને પોલીસની ક્વિક રિસ્પોન્સ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. તાજેતરના દિવસોમાં કાશ્મીરમાં વિદેશી મજૂરો પર હુમલાની ઘટનાઓ વધી છે. આજે સવારે પુલવામા જિલ્લાના ત્રાલ વિસ્તારમાં આતંકવાદીઓએ યુપીના એક મજૂરને ગોળી મારીને ઘાયલ કર્યો હતો. આ પહેલા ગયા રવિવારે ગાંદરબલ જિલ્લામાં એક કન્સ્ટ્રક્શન સાઈટ પર આતંકી હુમલો થયો હતો. જેમાં 6 મજૂરો અને એક સ્થાનિક ડોક્ટરના મોત થયા હતા, જ્યારે 18 ઓક્ટોબરે શોપિયાં જિલ્લામાં બિહારના એક મજૂરને આતંકીઓએ ગોળી મારીને હત્યા કરી હતી.
કાશ્મીર છોડી રહ્યા છે બિન-સ્થાનિક લોકો
તાજેતરમાં જ જમ્મુ-કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં મોટો આતંકી હુમલો થયો હતો. એક સપ્તાહની અંદર ત્રણ આતંકવાદી હુમલામાં કાશ્મીરી ડૉક્ટર સહિત 8 બિન-સ્થાનિક લોકોને ઠાર કરવામાં આવ્યા હતા. આ સતત આતંકવાદી ઘટનાઓને કારણે કાશ્મીરમાં કામ કરતા બિન-સ્થાનિક લોકો ડર અને આતંકના કારણે કાશ્મીરથી પોતાના ઘરે પરત ફરી રહ્યા છે.
આ પણ વાંચો...