શોધખોળ કરો
Advertisement
જમ્મુ કાશ્મીર: શ્રીનગરમાં લાલ ચોક પાસે CRPF પર ગ્રેનેડ હુમલો, બે જવાન અને બે નાગરિક ઘાયલ
સીઆરપીએફના આઈજી આરએસ સાહીએ જણાવ્યું કે, રવિવારે વ્યસ્ત બજારમાં ગ્રેનેડ હુમલાની ઘટના બની છે. સીઆરપીએફના બે જવાનને ઈજા થઈ છે.
જમ્મુ કાશ્મીર: શ્રીનગરના લાલ ચોક વિસ્તારમાં રવિવારે આતંકવાદીઓએ સીઆરપીએફની ટીમને ટાર્ગેટ બનાવતા ગ્રેનેડ હુમલો કર્યો હતો. આ હુમલામાં બે સ્થાનીક લોકો અને બે જવાબ ઘાયલ થઈ ગયા છે. ઘાયલ નાગરિકો અને જવાનોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સુરક્ષા દળે આતંકીઓની શોધખોળ માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
સીઆરપીએફના આઈજી આરએસ સાહીએ જણાવ્યું કે, રવિવારે વ્યસ્ત બજારમાં ગ્રેનેડ હુમલાની ઘટના બની છે. સીઆરપીએફના બે જવાનને ઈજા થઈ છે. તેમણે કહ્યું કે ગ્રેનેડ ફેકવા પાછળ લોકોની વચ્ચે ડરનો માહોલ બનાવવાનો ઈરાદો છે.
ઉલ્લેખનીય છે કે, આતંકીઓ ઘાટીમાં સતત માહોલ ખરાબ કરવા પોતાની નાપાક કરી રહ્યાં છે. સ્થાનીય લોકોમાં ડર ફેલાવવા માટે આતંકીઓ ગ્રેનેડ હુમલા જેવી ઘટનાને અંજામ આપી રહ્યાં છે.RS Sahi, IG, CRPF, in Srinagar: This is an incident of grenade throwing during the busy Sunday market. 2 CRPF personnel sustained minor injuries. Those who threw the grenade want to create apprehension among locals so that normalcy does not return. https://t.co/BdMNiS6UrP pic.twitter.com/BotyyS7xUk
— ANI (@ANI) February 2, 2020
આ પહેલા 24 જાન્યુઆરીએ આતંકીઓએ શ્રીનગરના નુરબાગ વિસ્તારમાં પોલીસ ચોકી પર ગ્રેનેડ હુમલો કર્યો હતો. જેમાં એક સીઆરપીએફનો જવાન ઘાયલ થઈ ગયો હતો. 8 જાન્યુઆરીના રોજ પણ શ્રીનગરના હબાક ચોક પર સીઆરપીએફની એક પોસ્ટ પર ગ્રેનેડ હુમલો થયો હતો. જેમાં સ્થાનીય નાગરિક ઈજાગ્રસ્ત થયા હતા.Jammu & Kashmir: Grenade attack on CRPF personnel at Pratap Park, Lal Chowk in Srinagar; more details awaited pic.twitter.com/oUW0MQZU94
— ANI (@ANI) February 2, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
ગાંધીનગર
Advertisement