શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
જમ્મુ-કાશ્મીરઃ પુલવામાં ગોરીપોરા વિસ્તારમાં સુરાક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ, ત્રણ આતંકી ઠાર
સુરક્ષાદળોએ ગોરીપોરા વિસ્તારમાં ચારેય આતંકીઓને ઘેરી લીધા છે. બાકીના આતંકીઓની શોધખોલ ચાલુ છે.
પુલવામાઃ કોરોનાના જેવા મુશ્કેલ સમયમાં પણ જમ્મુ કાશ્મીરમાં આતંકી ગતિવિધિઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. એનકાઉન્ટરના અહેવાલ દરરોજ મળી રહ્યા છે. શનિવારે સવારે જમ્મુ કાશ્મીરમાં પુલવામાં જિલ્લાના અવંતીપોરાના ગોરીપોરા વિસ્તારમાં આતંકીઓ અને સુરક્ષાદળોની વચ્ચે અથડામણના અહેવાલ આવ્યા છે. સેનાએ ત્રણ આતંકીઓને ઠાર માર્યા છે.
સુરક્ષાદળોએ ગોરીપોરા વિસ્તારમાં ચારેય આતંકીઓને ઘેરી લીધા છે. બાકીના આતંકીઓની શોધખોલ ચાલુ છે. તેના એક દિવસ પહેલા કાશ્મીરના બડગામ અને કુલગામ જિલ્લામાં આતંકીઓએ સીઆરપીએફ પર હુમલો કર્યો હતો.
શુક્રવારે દક્ષિણ કાશ્મીરમાં બે આતંકીઓએ કુલગામ જિલ્લામાં યારીપોરાથી એક પોલીસકર્મચારીનું અપહરણ કર્યું હતું અને તેને લઈને ક્યાંક જઈ રહ્યા હતા તોએ, પરંતુ આ દરમિયાન સુરક્ષાદળોની એક નાના પાર્ટીએ તેમને રોકી દીધા. ત્યાર બાદ ત્યાં અથડામણ શરૂ થઈ ગઈ અને બન્ને આતંકી માર્યા ગયા અને અપહરણ કરવામાં આવેલ પોલીસકર્મચારીને છોડાવવામાં આવ્યા હતા. જ્યારે બડગામ જિલ્લામાં આવેલ સીઆરપીએફ કેમ્પમાં આતંકીઓએ ગ્રેનેડ ફેંક્યા હતા. એક અધિકારીએ કહ્યું, “આતંકીઓએ કેમ્પ તરફ એક ગ્રેનેડ ફેંક્યો અને ત્યાર બાદ ઓટોમેટિક હથિયારોથી ગોળીબાર કર્યો. સુરક્ષાકર્મચારીઓની જવાબી કાર્રવાઈ પર આતંકી ભાગી ગયા હતા.”#WATCH Jammu and Kashmir: 2 terrorists & 1 terrorist associate killed in an encounter with security forces at Goripora Area of Awantipora in Pulwama district. (Visuals deferred by unspecified time) pic.twitter.com/bY41lkwcFp
— ANI (@ANI) April 25, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion