શોધખોળ કરો
જમ્મુ-કાશ્મીર: અનંતનાગ આતંકી હુમલામાં પાંચ જવાનો શહીદ, એક આતંકી ઠાર
અનંતનાગમાં સુરક્ષાદળના જવાનો અને આતંકીઓ સાથની અથડાણમાં પાંચ જવાનો શહીદ થઈ ગયા છે. જ્યારે બે આતંકીઓને ઠાર કર્યા છે.

જમ્મુ-કાશ્મીર: અનંતનાગના કેપી ચોક વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. જેમાં પાંચ જવાનો શહીદ થઈ ગયા છે અને બે આતંકીઓને ઠાર માર્યા છે. જ્યારે એક એચએસઓ ગંભીર રીતે ઘાયલ હોવાના સમાચાર છે. હુમલાની જવાબદારી અલ અમર મુઝાહિદ્દીન નામના આતંકી સંગઠને લીધી છે.
#UPDATE 5 CRPF personnel injured in attack by terrorists at KP Road in Anantnag; firing underway https://t.co/H7xEaOlibo
— ANI (@ANI) June 12, 2019
પ્રાપ્ત માહિતી અનુસાર આતંકીઓએ સીઆરપીએફ અને પોલીસન ટીમ પર હુમલો કર્યો હતો. આ હુમલમાં સીઆરપીએફના કેટલાક જવાનો ઘાયલ થઈ ગયા છે. અનંતનાગમાં બસ સ્ટેન્ડ પાસે થયેલા આ હુમલામાં શહીદ થઈ ગયા છે. શહીદોમાં એક એએસઆઈ પણ સામેલ છે. જે વિસ્તારમાં હુમલો થયો છે તે ખૂબજ વ્યસ્ત વિસ્તાર છે. આતંકીઓએ તેનો ફાયદો ઉઠાવીને પોલીસ પાર્ટી પર હુમલો કર્યો હતો.#WATCH Jammu & Kashmir: Gunshots heard at the site of Anantnag terrorist attack in which 3 CRPF personnel have lost their lives & 2 have been injured, SHO Anantnag also critically injured. 1 terrorist has been neutralized in the operation. (Visuals deferred by unspecified time) pic.twitter.com/Uspen8iC4p
— ANI (@ANI) June 12, 2019
વધુ વાંચો




















