જમ્મૂ-કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષાદળો સાથે અથડામણમાં લશ્કરના ત્રણ આતંકી ઠાર
જમ્મૂ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં શનિવારે સુરક્ષા દળો સાથે અથડામણમાં 3 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે.
જમ્મૂ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં શનિવારે સુરક્ષા દળો સાથે અથડામણમાં 3 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલુ છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે આતંકીઓની હાજરીને લઈને દક્ષિણ કાશ્મીર જિલ્લાના રાનીપુરા વિસ્તારમાં ક્વારીગામમાં ઘેરાબંધી અને સર્ચા ઓપરેશન શરુ કર્યું.
જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં શનિવારે સુરક્ષાદળો સાથે અથડામણમાં લશ્કર એ તૈયબાના ત્રણ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. કાશ્મીરના આઈજીપી વિજય કુમારે તેની જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે આ ત્રણેય સ્થાનિક આતંકી હતા.
અધિકારીએ જણાવ્યું કે વિસ્તારમાં તપાસ દરમિયાન આતંકીઓએ તેમના પર ગોળીબાર કર્યો હતો. સુરક્ષાદળોએ જવાબી કાર્યવાહી કરી અને અથડામણ શરુ થઈ હતી. બે આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે આતંકવાદીઓની ઓળખ અને તેઓ ક્યાં સંગઠન સાથે જોડાયેલા હતા તેની માહિતી મેળવવામાં આવી રહી છે.
જાણકારી અનુસાર આજે શનિવારે અનંતનાગ જિલ્લાના કારીગામ વિસ્તારમાં સુરક્ષાદળોને આતંકીઓ છુપાયા હોવાની સૂચના મળી હતી. આ ઉપરાંત સુરક્ષાદળોએ પોલીસ, સેનાની 19 રાષ્ટ્રીય રાઇફલ અને સીઆરપીએફની સાથે સંયુક્ત સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. આ દરમિયાન એક જગ્યા પર છુપાયેલા આતંકીઓએ સુરક્ષા દળો પર ફાયરિંગ શરૂ કર્યું. તેવામાં સુરક્ષાદળોએ આતંકીઓને આત્મ સમર્પણ કરવા માટે કહ્યું પરંતુ આતંકીઓએ ત્યારબાદ પણ ફાયરિંગ જારી રાખ્યું હતું. ત્યારબાદ સુરક્ષાદળોની જવાબી કાર્યવાહીમાં ત્રણ આતંકીઓના મોત થયા છે. હાલમાં આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.