શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
જમ્મુ કાશ્મીરમાં પૂંછમાં આતંકી કાવતરૂ નિષ્ફળ, મોટી માત્રામાં આઇઇડી જથ્થાને કરાયો નિષ્ક્રિય
રવિવારે પોલીસને રોડની વચ્ચે એક સંદિગ્ધ વસ્તુ પડી હોવાની સૂચના મળતાં. તપાસ માટે પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને સેના અને પોલીસે મોટા પ્રમાણમાં આઇઇડીના જથ્થાને નિષ્ક્રિય કર્યો હતો.
જમ્મુ:જમ્મુ કાશ્મીરમાં પૂંછ જિલ્લામાં સુરક્ષાદળોએ વિસ્ફોટકને નિષ્ક્રિય કરતા આતંકી કાવતરૂ નિષ્ફળ ગયું છે અને મોટી જાનહાનિ ટળી છે. સુરક્ષા દળે અઢી કિલો આઇઇડીનો જથ્થો નિષ્ક્રિય કર્યો હતો. આ ઘટના જમ્મુ કાશ્મીરના મેંઢર વિસ્તારમાં બની હતી. હાલ પણ આ વિસ્તારમાં પોલીસ અને સેના દ્રારા સર્ચ અભિયાન ચાલું છે.
સર્ચ અભિયાન દરમિયાન મેંઢરનો હાઇવે બંધ કરી દેવાયો છે. શંકાસ્પદ વસ્તુની તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, શંકાસ્પદ વસ્તુ આઇઇડીનો જથ્થો હતો. જેને આતંકવાદીએ વિસ્ફોટ માટે રાખ્યો હતો.
આઇઇડીની સૂચના મળતા સેનાની બોમ્બ નિરોધક ટીમે તેને નિષ્ક્રિય કરી દીધો હતો. આ પહેલા પણ મેંઢર વિસ્તારમાં સેનાએ આતંકી કાવતરાને નિષ્ફળ કર્યું હતું. તે સમયે પણ મેંઢર વિસ્તારમાં મોટી સંખ્યામાં હથિયાર સાથે આતંકી ઝડપાયા હતા. જેમણે પૂછપરછ દરમિયાન રાજોરીમાં મંદિરને નિશાન બનાવવાની વાતને કબૂલી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion