(Source: ECI/ABP News/ABP Majha)
ક્રિકેટર બુમરાહ જે યુવતી સાથે લગ્ન કરી રહ્યો છે, એ ટીવી એન્કર કોણ છે જાણો
ટીમ ઇન્ડિયાનો ક્રિકેટર, ફાસ્ટ બોલર જશપ્રિત બુમરાહ 14 અને 15 માર્ચે ટીવી એન્કર સાથે લગ્નસૂત્રથી બંધાશે. બુમરાહે લગ્ન માટે ક્રિકેટમાંથી બ્રેક લીઘો હતો. ક્રિકેટર કઇ ટીવી એન્કર સાથે લગ્ન કરી રહ્યો છે જાણીએ
ટીમ ઇન્ડિયાનો ફાસ્ટ બોલર જશપ્રિત બુમરાહ 15 માર્ચે ખૂબસૂરત ડેસ્ટિનેશન ગોવામાં સાત ફેરા લેશે, બુમરાહ સાઉથ ઇન્ડિયન એક્ટ્રેસ સાથે પ્રભુતામાં પગલા માંડી રહ્યાં છે. જશપ્રિત બુમરાહ સ્પોર્ટસ એન્કર સંજના ગણેશન સાથે લગ્ન કરી રહ્યો છે. તેઓ બહુ લાંબા સમયથી રિલેશન શિપમાં હતા જો કે બંને એકબીજાને ખૂબ દ છૂપી રીતે ડેટ કરી રહ્યાં હતા. આ વાત તેમણે જાહેર ન હતી કરી.
બુમરાહે જસપ્રીતે ઈંગ્લેન્ડ સામેની ચોથી અને અંતિમ ટેસ્ટ મેચમાંથી પોતાનું નામ પરત લઈ લીધું હતું. બુમરાહે ચોથી ટેસ્ટમાં ન રમવાનો નિર્ણય લીધો હતો. તેઓ T-20 શ્રેણી પણ ન હતી રમી, હવે લગ્ન બાદ બુમરાહ સીધો આઈપીએલ 2021માં ફરી ક્રિકેટના મેદાન પર જોવા મળશે.
સાઉથ ઇન્ડિયન એક્ટ્રેસ કોણ છે?
સંજના ગણેશન સાઉથ ઇન્ડિયન સ્પોર્ટસ એન્કર છે. સંજનાએ સિમ્બાયોસીસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાંથી બી.ટેક કર્યું છે. બીટેક બાદ તેમણે થોડો સમય સંજનાએ સોફ્ટવેર એન્જીનિયર તરીકે કામ કર્યું હતું.સંજનાએ MTVના શો સ્પ્લિટ્સવિલાની 14મી સીઝનમાં પણ ભાગ લીધો હતો.MTVના શોમાં કામ કર્યા પછી સંજનાએ નક્કી કર્યું કે, તે સ્પોર્ટ્સ એન્કર બનશે.