રાજ્યસભામાં Jaya Bachchanને BJP પર સાધ્યું નિશાન, કહ્યુ- તમારા ખરાબ દિવસો જલદી આવશે
રાજ્યસભામાં સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચને સત્તાધારી પાર્ટી ભાજપ પર નિશાન સાધ્યું હતું.
નવી દિલ્હીઃ રાજ્યસભામાં સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચને સત્તાધારી પાર્ટી ભાજપ પર નિશાન સાધ્યું હતું. જયા બચ્ચને કહ્યું કે મારા પર અંગત હુમલાઓ કરવામાં આવ્યા. હું તમને શ્રાપ આપું છું કે તમારા લોકોના ખરાબ દિવસો આવશે. તમે અમારા લોકોનું ગળુ જ દબાવી દો, તમે લોકો ચલાવો. શુ કહી રહ્યા છો તમે લોકો? જયા બચ્ચને વિપક્ષી પાર્ટીઓના નેતાઓને કહ્યું કે તમે વાંસળી કોની સામે વગાડી રહ્યા છો
આ કારણે રાજ્યસભામાં હોબાળો મચી ગયો હતો. જેના કારણે રાજ્યસભાની કાર્યવાહી પાંચ વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી.
નોંધનીય છે કે વિપક્ષી પાર્ટીઓએ કેન્દ્રિય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના રાજીનામા અને 12 સાંસદોનું સસ્પેન્સન રદ કરવાની માંગ કરી રહી છે. સંસદના શિયાળુ સત્રના પ્રથમ દિવસે રાજ્યસભામાં કોગ્રેસ અને તૃણમુલ કોગ્રેસ સહિત અન્ય વિપક્ષી પાર્ટીઓના 12 સભ્યોને ચોમાસા સત્ર દરમિયાન અશોભનીય આચરણ કરવા બદલ આ સત્ર માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.
જેમાં માર્ક્સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટીના ઇલામારમ કરીમ, કોગ્રેસના ફૂલો દેવી નેતામ, છાયા વર્મા, રિપુન બોરા, રાજમણિ પટેલ, સૈયદ નાસિર હુસૈન, અખિલેશ પ્રતાપ સિંહ, તૃણમુલ કોગ્રેસના ડોલા સેન અને શાંતા છેત્રી, શિવસેનાના પ્રિયંતા ચતુર્વેદી અને અનિલ દેસાઇ તથા ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીના વિનય વિસ્વમ સામેલ છે. સરકારનું કહેવું છે જ્યા સુધી સાંસદો ગૃહની માફી નહી માંગે ત્યા સુધી તેમનું સસ્પેન્સન રદ કરવામાં નહી આવે. આ કારણે સરકાર અને વિપક્ષ વચ્ચે ગતિરોધ ચાલી રહ્યો છે.
પેપરલીક કાંડમાં થયો મોટો ખુલાસો, આ પ્રિન્ટિંગ પ્રેસમાંથી હેડ ક્લાર્કનું પેપર થયું હતું લીક