Jewar International Airport: જેવર ઈન્ટરનેશનલ એરપોર્ટ શિલાન્યાસ, PM મોદીએ કહ્યું- દિલ્હી-NCR અને પશ્ચિમ યૂપીના કરોડો લોકોને થશે ફાયદો
વડાપ્રધાન મોદીએ આજે ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઇડામાં દુનિયાના ચોથા સૌથી મોટા જેવર ઇન્ટરનેશનલ એરપોર્ટનો શિલાન્યાસ કર્યો હતો.
Noida Airport Lay Foundation Stone: વડાપ્રધાન મોદીએ આજે ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઇડામાં દુનિયાના ચોથા સૌથી મોટા જેવર ઇન્ટરનેશનલ એરપોર્ટનો શિલાન્યાસ કર્યો હતો. એરપોર્ટનું નિર્માણ ચાર તબક્કામાં કરવામાં આવશે. નિર્માણ પાછળ લગભગ 30 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ આવશે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ એરપોર્ટથી દિલ્હી-એનસીઆર ક્ષેત્રના કરોડો લોકોને ફાયદો થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ UPમાં ગ્રેટર નોઈડાની નજીક નિર્માણ થવા થઈ રહેલા જેવર ઈન્ટરનેશનલ એરપોર્ટનો શિલાન્યાસ કર્યો. તેમની સાથે ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ અને એવિએશન મિનિસ્ટર જ્યોતિરાદિત્ય સિંધિયા પણ છે. મંચ પર આવતાં પહેલાં મોદી જેવર એરપોર્ટના મોડલને જોયું હતું. ઈન્ટરનેશનલ એરપોર્ટનો શિલાન્યાસ કર્યા પછી વડાપ્રધાન મોદીએ જંગી જનસભાને સંબોધન કર્યું હતું.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે હવે તો દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ હાઇવે પણ તૈયાર થવાનો છે. ભૂમિપૂજનની સાથે જ જેવર ઇન્ટરનેશનલ મેપ પર આવી જશે. આ એરપોર્ટ વિમાનોની જાળવણીના હિસાબે દેશનું સૌથી મોટું સેન્ટર હશે જ્યાં 40 એકરમાં મેઇન્ટેનન્સ જેવી સુવિધાઓ હશે અને દેશ-વિદેશને સર્વિસ આપશે અને સેંકડો યુવાઓને રોજગારી મળશે. ભૂમિપૂજનની સાથે જ જેવર ઇન્ટરનેશનલ મેપ પર આવી જશે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે ઇન્ટરનેશનલ એરપોર્ટ ઇન્ટરનેશનલ બજારો સાથે સીધા કનેક્ટ કરશે અને વિશેષ રીતે નાના ખેડૂતો માછલી અને અન્ય જલદી ખરાબ થનારા પાકને જલદી એક્સપોર્ટ કરી શકાશે. અમે હિંડન એરપોર્ટને મુસાફરો માટે ચાલુ કર્યું છે. જ્યારે એર કનેક્ટિવિટી વધે છે તો ટુરિઝમ પણ વધે છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે મોદી-યોગી ઇચ્છતા તો 2017માં અહીં ભૂમિપૂજન કરી શક્યા હોત. ન્યૂઝપેપરોમાં ફોટો પણ છપાઇ જાત. અગાઉ રાજકીય લાભ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટની જાહેરાતો થતી હતી અને કાગળ પર યોજનાઓ બનાવવામાં આવતી હતી. પરંતુ અમે એવું કર્યું નથી કારણ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અમારા માટે રાજકીય નહી પરંતુ રાષ્ટ્રનીતિનો મામલો છે.