શોધખોળ કરો
હજુ પણ તમે 2000 રૂપિયાની નોટ બદલી શકો છો, મોદી સરકારે આપી મહત્વની જાણકારી
જો તમારી પાસે પણ 2000 રૂપિયાની નોટ હોય તો મોદી સરકારે મોટી જાણકારી આપી છે. સાંસદ દિનેશ ચંદ્ર યાદવે સ્પષ્ટતા કરી છે કે 2000 રૂપિયાની નોટ હજુ પણ માન્ય છે અને તેને બદલી શકાય છે.
પ્રતિકાત્મક તસવીર
1/5

જો તમારી પાસે પણ 2000 રૂપિયાની નોટ હોય તો મોદી સરકારે મોટી જાણકારી આપી છે. સાંસદ દિનેશ ચંદ્ર યાદવે સ્પષ્ટતા કરી છે કે 2000 રૂપિયાની નોટ હજુ પણ માન્ય છે અને તેને બદલી શકાય છે. આ માહિતી કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ 25 નવેમ્બર 2024ના રોજ લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં આપી હતી. સવાલ એ હતો કે શું 2000 રૂપિયાની નોટો હજુ પણ બદલી શકાય છે અને શું આરબીઆઈ હજી પણ તેને જમા કરી રહી છે કે નહીં. ઉપરાંત, એ પણ પૂછવામાં આવ્યું હતું કે 19 મે, 2023ના રોજ નોટબંધીની જાહેરાત અને સપ્ટેમ્બર 30/ઓક્ટોબર 1, 2023 ની સમયમર્યાદા પછી RBI દ્વારા 2000 રૂપિયાની કેટલી નોટો એકત્રિત કરવામાં આવી હતી.
2/5

પંકજ ચૌધરીએ કહ્યું કે 7 ઓક્ટોબર, 2023 સુધી તમામ બેન્ક શાખાઓમાં 2000 રૂપિયાની નોટો બદલવા અને જમા કરાવવાની સુવિધા ઉપલબ્ધ હતી. 19 મે, 2023 થી RBIની 19 ઈસ્યુ ઓફિસમાં નોટ એક્સચેન્જની સુવિધા ઉપલબ્ધ છે. 9 ઓક્ટોબર, 2023 થી આરબીઆઈની ઈશ્યુ ઓફિસો વ્યક્તિઓ અને સંસ્થાઓ પાસેથી તેમના બેન્ક ખાતામાં જમા કરાવવા માટે 2000 રૂપિયાની નોટો સ્વીકારી રહી છે.
Published at : 04 Dec 2024 03:21 PM (IST)
આગળ જુઓ





















