શોધખોળ કરો
ઝારખંડમાં દિલ્હી જેવો બુરાડી કાંડ, એકજ પરિવારના 7 લોકોની લાશો ઘરમાં દોરડાથી લટકતી મળી

રાંચી: ઝારખંડના રાંચીમાં દિલ્હી જેવો બુરાડી કાંડ થયો છે. રાંચીમાં એક મકાનમાંથી સાત લોકોના મૃતદેહ મળ્યા છે. તમામ મૃતદેહ ગળાફાંસો લગાવેલી મળી છે. મૃતક સાત લોકોમાંથી બે બાળકો પણ છે. આ ઘટના રાંચીના કાંકે સ્ટેશનના બોડયા અરસંડેમાં બની છે. પરિવારના સાત લોકો બિહારના ભાગલપુરના રહેવાસી છે. પરિવારનો મોભી દીપક ઝા હતો જે ગોદરેજ કંપનીમાં કામ કરતા હતા મકાન માલિકે જણાવ્યું કે સવારે જ્યારે ઘરનો દરવાજો મોડે સુધી નહીં ખોલતા તેની જાણકારી પોલીસને આપવામાં આવી. પોલીસે જ્યારે દરવાજો તોડીને ઘરની અંદર ગઈ ત્યારે પરિવારની મૃતદેહ જોઈને હેરાન થઈ ગયા હતા. એકજ પરિવારના સાત લોકોની આત્મહત્યાથી તે વિસ્તારમાં સનસની ફેલાઈ ગઈ છે. પોલીસ આસપાસના લોકોની પૂછપરછ કરી રહી છે. જો કે એકસાથે સાત વ્યક્તિના મોતનું કારણ હજું પણ અકબંધ છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જણાવી દઈએ કે થોડા સમય પહેલાજ દિલ્હીના બુરાડીમાં 11 લોકોએ ગળાફાંસો લગાવીને સમૂહ આત્મહત્યા કરી લીધી હતી. 11 મૃતહેદમાં સાત મહિલાઓ જ્યારે ચાર પુરુષો હતા. જેમાંથી કેટલાકના હાથ બાંધેલા હતા, તો કેટલાકની આંખો પર પટ્ટી બાંધેલી હતી.
વધુ વાંચો



















