શોધખોળ કરો
Advertisement
ઝારખંડ વિધાનસભા ચૂંટણીઃ બપોરે 1 વાગ્યા સુધીમાં 45% મતદાન, મતદારોએ લગાવી લાઈનો
17 બેઠકો પર 309 ઉમેદવારનું ભાવિ નક્કી થશે. જેમાં 32 મહિલાઓ પણ મેદાનમાં છે.
રાંચીઃ ઝારખંડ વિધાનસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં આજે 17 સીટો પર વોટિંગ થઈ રહ્યું છે. આ સીટોમાં કોડરમા,બરકટ્ટા, બરહી, બડકાગાંવ, રામગઢ, માંડુ, હજારીબાગ, સિમરિયા, રાજધનવાર, ગોમિયા, બેરમો, ઈચાગઢ, સિલ્લી, ખિજરી, રાંચી, હટિયા અને કાંકેનો સમાવેશ થાય છે. વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને યુવાઓને જંગી મતદાનની અપીલ કરી છે.
કેન્દ્રીય મંત્રી અને ભાજપના સાંસદ જયંત સિંહાએ હઝારીબાગમાં આવેલા પોલિંગ બૂથમાં વોટ આપ્યો હતો. બપોરે 1 વાગ્યા સુધીમાં સરેરાશ 45.14 ટકા વોટિંગ નોંધાયું છે.
મતદાનને લઈ નાગરિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અનેક જગ્યાએ વોટિંગ માટે લાંબી લાઈનો લાગી છે.45.14% voter turnout recorded till 1pm, in the third phase of polling in Jharkhand assembly elections
— ANI (@ANI) December 12, 2019
ઝારખંડમાં કુલ 81 સીટો પર પાંચ તબક્કામાં મતદાન થશે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 30 નવેમ્બરે અને બીજા તબક્કાનું 07 ડિસેમ્બરે થઈ ગયું છે. ત્રીજા તબક્કાનું આજે એટલે કે 12 ડિસેમ્બરે થઈ રહ્યું છે. ચોથા તબકકાનું 16 ડિસેમ્બરે અને પાંચમાં તબક્કાનું 20 ડિસેમ્બરે થશે. પરિણામ 23 ડિસેમ્બરે આવશે.#JharkhandAssemblyPolls: Former Union Minister & BJP MP Jayant Sinha at a polling booth in Hazaribagh to cast his vote. Polling is underway in 17 constituencies in the state for the third phase of elections. pic.twitter.com/UVdxfmKv2o
— ANI (@ANI) December 12, 2019
17 બેઠકો પર 309 ઉમેદવારનું ભાવિ નક્કી થશે. જેમાં 32 મહિલાઓ પણ મેદાનમાં છે. ભાજપની અલગ થઈને મેદાનમાં ઉતરેલી ઓળ ઝારખંડ સ્ટુડન્ટ યૂનિયન (આજસૂ) માટે આજનું વોટિંગ મહત્વનું છે. આજસૂના અધ્યક્ષ સુરેશ મહતો સહિત પાર્ટીના અન્ય કદ્દાવર નેતાઓનું ભાવિ આ તબક્કામાં નક્કી થશે.Voting begins for 17 constituencies in the third phase of the #JharkhandAssemblyPolls pic.twitter.com/yUk68N0s5z
— ANI (@ANI) December 12, 2019
Preparations underway at a polling booth in Hazaribagh for the third phase of #JharkhandAssemblyPolls. 17 assembly constituencies of the state will go to poll today. pic.twitter.com/y9irPAe9rl
— ANI (@ANI) December 12, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion