શોધખોળ કરો
Advertisement
જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર આતંકીઓ સાથે સેનાની અથડામણ, 3 આતંકી ઠાર, એક જવાન શહીદ
આતંકીએ વિરુદ્ધ આ ઓપરેશન સીઆરપીએફ અને જમ્મુ-કાશ્મીર પોલીસે સાથે મળીને કર્યુ હતુ. માર્યા ગયેલા ત્રણે આતંકીઓમાંથી બેની ઓળખ થઇ હતી
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ વિરુદ્ધ સુરક્ષાદળોનુ ઓપરેશના ચાલુ છે, બુધવારે શ્રીનગરમાં લવેપોરા વિસ્તારમાં આતંકીઓ અને સેના વચ્ચે અથડામણ થઇ. આ અથડામણમાં ત્રણ આતંકીઓ ઠાર માર્યા ગયા હતા. સાથે સીઆરપીએફનો એક જવાન શહીદ થયાના પણ સમાચાર છે.
સેનાને શ્રીનગરના લવેપોરા વિસ્તારમાં આતંકીઓ હોવાની માહિતી મળી હતી. ત્યાબાદ સુરક્ષાદળોએ વિસ્તારમાં સર્ચ ઓપરેશન અભિયાન ચલાવ્યુ હતુ. વિસ્તારની ઘેરબંદી કરી દીધી હતી. આ દરમિયાન આતંકીઓએ સુરક્ષાદળો પર ફાયરિંગ શરૂ કરી દીધુ હતુ. બાદમાં સેનાએ ત્રણ આતંકીઓને ઠાર માર્યા હતા, આ અથડામણમાં સીઆરપીએફનો એક જવાન પણ શહીદ થયો હતો, જેની ઓળખ રમેશ રાજન તરીકે થઇ છે.
સીઆરપીએફ અનુસાર, અથડામણમાં બે આતંકીઓને ઘટનાસ્થળ પર જ ઠાર કરવામાં આવ્યા હતા. જ્યારે એક ઘાયલ થઇ ગયો હતો. ઘાયલ આતંકીએ હૉસ્પીટલમાં દમ તોડ્યો હતો.
આતંકીએ વિરુદ્ધ આ ઓપરેશન સીઆરપીએફ અને જમ્મુ-કાશ્મીર પોલીસે સાથે મળીને કર્યુ હતુ. માર્યા ગયેલા ત્રણે આતંકીઓમાંથી બેની ઓળખ થઇ હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
વડોદરા
લાઇફસ્ટાઇલ
સુરત
Advertisement