(Source: ECI/ABP News/ABP Majha)
Recruitment 2022: ગ્રેજ્યૂએટ ઉમેદવારો માટે સરકારી નોકરીનો બેસ્ટ મોકો, જાણો કયા ડિપાર્ટમેન્ટમાં બહાર પડી ભરતી
ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણે એક ભરતી નૉટિફિકેશન જાહેર કર્યુ છે. જે અનુસાર, એનએચએઆઇ 29 ખાલી જગ્યા પર ભરતી કરશે,
NHAI Bharti 2022: એનએચએઆઇએ એક ભરતી નૉટિફિકેશન બહાર પાડ્યુ છે. જે અંતર્ગત સંસ્થાનમાં ઉપ પ્રબંધક સહિત 29 પદો પર ભરતી કરવામાં આવશે. જે માટે ઉમેદવારો જલ્દી અરજી કરી દે. ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણે એક ભરતી નૉટિફિકેશન જાહેર કર્યુ છે. જે અનુસાર, એનએચએઆઇ 29 ખાલી જગ્યા પર ભરતી કરશે, આ પદો માટે ઉમેદવાર ઇમેલ દ્વારા અરજી કરી શકે છે.
ખાલી જગ્યાઓ -
આ ભરતી અભિયાન કુલ 29 પદો પર ભરતી કરવામાં આવશે, આ અભિયાન અંતર્ગત ઉપાધ્યક્ષ, વરિષ્ઠ પ્રબંધક અને સહાયક પ્રબંધકની જગ્યા ભરવામાં આવશે.
શૈક્ષણિત યોગ્યતા -
આ પદો માટે અરજી કરનારા ઉમેદવારોને ગ્રેજ્યૂએટ/ બીઇ/ બપીટેક/ ડિપ્લોમાં/ એમએસસી/ પીજી/ સીએ/સીએમએ/ સીએફએ/ પીજીડીએમ/ એમબીએ પાસ હોવુ જરૂરી છે.
ઉંમર મર્યાદા -
ભરતી માટે અપ્લાય કરનારા ઉમેદવારોની મેક્સિમમ ઉંમર 56 વર્ષ નક્કી કરવામાં આવી છે.
કઇ રીતે થશે પસંદગી -
આ પદો પર ઉમેદવારોની પસંદગીની પસંદગી લેખિત પરીક્ષાના આધાર પર કરવામાં આવશે.
આ રીતે કરો એપ્લાય -
આ ભરતી અભિયાન માટે ઉમેદવાર 31 ડિસેમ્બર સુધી અરજી કરી શકે છે. આ ભરતી માટે અરજી કરવા માટે તમંને
ravinder.nhlml@nhai.org પર અરજીપત્ર મોકલવુ પડશે, જે તેમને nhai.gov.in પર મળી જશે.
--
Jobs: ઇન્ડિયન નેવીમાં નીકળી બમ્પર ભરતી, 40 હજારથી વધુ મહિને પગાર, જાણો અરજી કરવાની તમામ માહિતી....
Indian Navy Recruitment 2022: દેશ સેવા કરવાનું ઝનૂન રાખો છો, તો તમારા માટે મોટો મોકો છે. ભારતીય નૈસેનાએ એક ભરતી નૉટિફિકેશન બહાર પાડ્યુ છે, જે અનુસાર, ભારતીય નૈસેનામાં 100 પદો પર ભરતી કરવામાં આવશે, આ પદો માટે અરજી કરવાની પ્રક્રિયા શરૂ થઇ ચૂકી છે. ઉમેદવાર આ પદો માટે અધિકારિક સાઇટ www.joinindiannavy.gov.in પર જઇને અરજી કરી શકે છે.
આ છે ખાલી જગ્યાઓની ડિટેલ્સ -
આ ભરતી અભિયાન દ્વારા ઇન્ડિયન નેવીમાં અગ્નીવીર (એમઆર)ના 100 પદો પર ભરતી કરવામાં આવશે, જે માટે અરજી કરનારા ઉમેદવારોને કોઇપણ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી મેટ્રિક પાસ હોવુ જરૂરી છે. અરજીકર્તાના નામાંકનના સમયે ઉમેદવારોનો 01 મે, 2022 થી 31 ઓક્ટોબર, 2005 ની વચ્ચે જન્મ થયેલો હોવો જોઇએ.
આ રીતે થશે પસંદગી -
અધિસૂચના અનુસાર આ પદો પર ઉમેદવારોની પસંદગી કૉમ્પ્યુટર ઓનલાઇને પરીક્ષા/ લેખિતા પરીક્ષા / પીએફટી/ પ્રારંભિત ચિકિત્સા પરીક્ષા તથા અંતિમ ભરીત ચિકિત્સા પરીક્ષાના આધાર પર ચાર વર્ષો માટે કરવામાં આવશે.
આટલો મળશે પગાર -
આ પદો પર પસંદગી પામનરા ઉમેદવારોને રૂપિયા 30,000 થી 40,000 પ્રતિ માહ સુધીનુ વેતન આપવામાં આવશે. યાત્રા ભથ્થાની ચૂકવણી પણ કરવામાં આવશે.
આટલી હશે અરજી ફી -
ભરતી માટે અરજી કરનારા ઉમેદવારોને અરજી ફીની ચૂકવણી કરવી પડશે, આ પદો માટે અરજી કરનારા ઉમેદવારોને 550 રૂપિયાની અરજી ફી જમા કરાવવી પડશે.
કઇ રીતે કરશો અરજી -
આ ભરતી અભિયાન માટે અરજી કરવા માંગતા યોગ્ય ઉમેદવારોએ 17 ડિસેમ્બર, 2022 સુધી અધિકારિક વેબસાઇટ www.joinindiannavy.gov.in પર જઇને અરજી કરવી પડશે.
Education Loan Information:
Calculate Education Loan EMI