શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
બીજેપીના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા જેપી નડ્ડા, નિર્વિરોધ ચૂંટાયા
નડ્ડા મોદી સરકારના સ્વાસ્થ્ય જેવા મહત્વના મંત્રાલયો પણ સફળતાપૂર્વક સંભાળી ચૂક્યા છે. સરકારી યોજનાની સફળતા પાછળ પણ જેપી નડ્ડાનો હાથ હોય છે
નવી દિલ્હીઃ બીજેપી નેતા જગત પ્રકાશ નડ્ડાને ભારતીય જનતા પાર્ટીના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ જાહેર થયા છે. નડ્ડા નિર્વિરોધ ચૂંટાયા છે, નામની જાહેરાત થયા બાદ અમિત શાહે તેમને પુષ્પગુચ્છ આપીને અભિનંદન પાઠવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના વિશ્વાસુ જેપી નડ્ડાને ચૂંટણી મેનેજર અને રણનીતિમાં માહિર માનવામાં આવે છે.
નડ્ડા મોદી સરકારના સ્વાસ્થ્ય જેવા મહત્વના મંત્રાલયો પણ સફળતાપૂર્વક સંભાળી ચૂક્યા છે. સરકારી યોજનાની સફળતા પાછળ પણ જેપી નડ્ડાનો હાથ હોય છે.
સંગઠન ચૂંટણીની ઔપચારિકતા પુરી કરવા માટે આજે બીજેપી અધ્યક્ષ પદ માટે ચૂંટણી પણ થશે, પણ કોઇ બીજો ઉમેદવાર મેદાનમાં ન હતો. જેના કારણે જેપી નડ્ડા નિર્વિરોધ ચૂંટાઇ ગયા હતા.
જેપી નડ્ડાના સમર્થનમાં 21 રાજ્યોના પ્રદેશ અધ્યક્ષ નામાંકન પત્ર ચૂંટણી અધિકારી રાધામોહન સિંહને જમા કરાવ્યા હતા, જે રાજ્યોમાં પ્રદેશ અધ્યક્ષ જેપી નડ્ડાના સમર્થનમાં નામાંકન પત્ર પ્રસ્તુત કર્યા, આમાં દિલ્હી, મધ્યપ્રદેશન, ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, હિમાચાલ પ્રદેશ અને પંજાબ જેવા રાજ્યો સામેલ હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion