શોધખોળ કરો
Advertisement
કાનપુર શૂટઆઉટની તપાસ માટે SITની રચના, 31 જુલાઈ સુધી સોંપવો પડશે રિપોર્ટ
કાનપુરના બિકરુ ગામમાં આઠ પોલીસ કર્મીઓની હત્યાનો મુખ્ય આરોપી વિકાસ દુબે શુક્રવારે સવારે પોલીસ એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો.
કાનપુર: યોગી સરકારે કાનપુર એન્કાઉન્ટરની તપાસ માટે એસઆઈટીની રચના કરી છે. એસઆઈટીનું નેતૃત્વ એડિશનલ મુખ્ય સચિવ સંજય ભુસરેડ્ડી કરશે અને તેઓએ 31 જુલાઈ સુધી પોતાનો રિપોર્ટ રજૂ કરવાનો રહેશે. ADG હરિરામ શર્મા અને DIG રવીન્દ્ર ગૌડને પણ એસઆઈટીના સભ્ય બનાવાયા છે. કાનપુરમાં આઠ પોલીસકર્મીની હત્યા કરનાર મુખ્ય આરોપી વિકાસ દુબેને શુક્રવારે (10 જુલાઈ) એન્કાઉન્ટરમાં ઠાર કર્યો હતો.
પોલીસ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા વિકાસ દુબેના આર્થિક સામ્રાજ્ય અંગે ઈડી તપાસ કરશે. ઈડી આ તપાસ દરમિયાન એ પણ તપાસ કરશે કે, દુબે અને તેની ગેંગને આર્થિક રીતે કયા ફાઈનાન્સર મજબૂત બનાવી રહ્યાં હતા.
ઉલ્લેખનીય છે કે, કાનપુરના બિકરુ ગામમાં આઠ પોલીસ કર્મીઓની હત્યાનો મુખ્ય આરોપી વિકાસ દુબે શુક્રવારે સવારે પોલીસ એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. એસટીએફ મધ્ય પ્રદેશના ઉજ્જેનથી આજે સવારે જ કાનપુર લઈને આવી રહી હતી. કાનપુર આવતાં પોલીસની ગાડી રસ્તામાં પલટી ખાઈ ગઈ હતી. વિકાસ દુબેએ પોલીસ જવાનના હથિયાર છિનવીને ભાગવાની કોશિશ કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ઓટો
દુનિયા
Advertisement