શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
દિલ્હીમાં આત્મસમર્પણ કરવાની તૈયારીમાં હતો વિકાસ દુબે, ફરીદાબાદની હોટલના સામે આવ્યા CCTV ફૂટેજ
એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે વિકાસ દુબે પાસે તેની પોતાની ગાડી નથી. તે ઓટો કે રિક્ષા દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ આવ-જા કરે છે.
![દિલ્હીમાં આત્મસમર્પણ કરવાની તૈયારીમાં હતો વિકાસ દુબે, ફરીદાબાદની હોટલના સામે આવ્યા CCTV ફૂટેજ Kanpur encounter master mind Vikas Dubey wanted to surrender in Delhi know full details દિલ્હીમાં આત્મસમર્પણ કરવાની તૈયારીમાં હતો વિકાસ દુબે, ફરીદાબાદની હોટલના સામે આવ્યા CCTV ફૂટેજ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/07/08150412/vikas-dubey-2.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ફરીદાબાદઃ ગેંગસ્ટર વિકાસ દુબેને શોધવા ઉત્તર પ્રદેશ પોલીસ આકાશ પાતાળ એક કરી રહી છે, છતાં હજુ પોલીસ પકડથી દૂર છે. પરંતુ હવે એવા સમાચાર આવ્યા છે કે કાનપુર કાંડનો આરોપી વિકાસ દુબે દિલ્હીમાં સરેંડર કરવાની તૈયારીમાં હતો. પરંતુ પોલીસના છાપા પહેલા ફરીદાબાદની હોટલમાંથી તે ગઈકાલે સાંજે ફરાર થઈ ગયો હતો. હોટલની સીસીટીવી ફૂટેજમાં જોવા મળી રહેલો વ્યક્તિ વિકાસ દુબે હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. વિકાસ દુબે અને તેના બે સાથીએ ફરીદાબાદમાં હોટલ બુક કરવાની કોશિશ કરી હતી. પરંતુ જ્યારે હોટલના સ્ટાફે આઈડી કાર્ડ માંગ્યું તો ત્યાંથી જતા રહ્યા હતા.
એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે વિકાસ દુબે પાસે તેની પોતાની ગાડી નથી. તે ઓટો કે રિક્ષા દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ આવ-જા કરે છે અથવા બીજા વ્યક્તિની ગાડીથી સફર કરે છે. બીજી વાત એ પણ સામે આવી છે કે વિકાસના પગમાં સળિયા નાંખ્યા હોવાથી તે લંગડાતો ચાલે છે.
વિકાસ ચોરી છુપીથી દિલ્હી પહોંચીને આત્મસમર્પણ કરવાનો રસ્તો શોધી શકે છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ ગેંગસ્ટર અંગે કોઈપણ માહિતીને લઈ એલર્ટ છે. દિલ્હીમાં ગેંગસ્ટરના પ્રવેશ કરવાની સંભાવનાને ધ્યાનમાં રાખી યૂપી-દિલ્હી બોર્ડર પર પોલીસ સઘન ચેકિંગ કરી રહી છે.
ઉત્તર પ્રદેશના કાનપુર એન્કાઉન્ટરના મુખ્ય આરોપી વિકાસ દુબેના સાથી અમર દુબેને હમીરપુરમાં યુપી એસટીએફે ઠાર કર્યો હતો. પોલીસે વિકાસ દુબે અને સાથીઓના પોસ્ટર જાહેર કર્યા છે અને જોવા મળે તો પોલીસને જાણ કરવાની સૂચના આપવામાં આવી છે. પોસ્ટરમાં 15 આરોપીઓના નામ છે.
ઉત્તરપ્રદેશના ADG (લૉ એન્ડ ઓર્ડર) પ્રશાંત કુમારે કહ્યું કે, 40 ટીમ અને એસટીએફ કામ કરી રહી છે. અમે વિકાસ દુબે, તેના સાથીઓ અને પરિવારજનોની માહિતી એકત્ર કરી રહ્યા છીએ. ઘરની તલાશી દરમિયાન 2 કિલો વિસ્ફોટક પદાર્થ, 6 દેશી બનાવટની પિસ્તોલ, 15 ક્રૂડ બોંબ અને 25 કારતૂસ મળી આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)