શોધખોળ કરો
Advertisement
કાનપુર કેસઃ પોલીસને મળી મોટી સફળતા, વિકાસ દુબેનો ખાસ સાથી દયાશંકર પકડાયો
દયાશંકર પર પણ 25 હજારનું ઈનામ છે. જાણકારી પ્રમાણે દયાશંકર વિકાસની સાથે તેના ઘરે જ રહેતો હતો.
કાનપુરઃ ઉત્તરપ્રદેશના કાનપુરમાં આઠ પોલિસકર્મીની હત્યાને અંજામ આપનારા કુખ્યાત ગેંગસ્ટર વિકાસ દુબેને શોધવા પોલીસ સતત ઓપરેશન ચલાવી રહી છે. આ ઉપરાંત રાજ્ય સરકારે વિકાસ દુબે પર જાહેર કરવામાં આવેલું 50 હજારથી વધારીને એક લાખ કરી દીધું છે.
વિકાસનો ખાસ સાથી પકડાયો
વિકાસ દુબેનો ખાસ સાથી અને પોલીસ પર હુમલો કરનારો દયાશંકર મોડી રાતે થયેલી અથડામણ બાદ પોલીસ પકડમાં આવ્યો હતો. દયાશંકર પર પણ 25 હજારનું ઈનામ છે. જાણકારી પ્રમાણે દયાશંકર વિકાસની સાથે તેના ઘરે જ રહેતો હતો. પૂછપરછમાં પોલીસને મહત્વની માહિતી મળી શકે છે.
JCBથી તોડી પાડવામાં આવ્યું વિકાસનું મકાન
પોલીસકર્મીઓ પર હુમલાના મુખ્ય આરોપી વિકાસ દુબે પર ગઈકાલે મોટી કાર્યવાહી થઈ હતી. જે ઘરમાંથી તેણે પોલીસકર્મીઓ પર ફાયરિંગ કર્યુ હતું તેને જેસીબીથી તોડી પાડવામાં આવ્યું હતું. ઉપરાંત પોલીસે વિકાસના ઘરમાં રહેવા વાહનો પણ જપ્ત કર્યા હતા. વિકાસના ઘરમાં ફોર્ચ્યુનર અને સ્કોર્પિયો બે ગાડી હાજર હતી. જેમાંથી એક ગાડી વિકાસના નામ પર છે, જ્યારે બીજી ગાડી અમન તિવારીના નામે રજિસ્ટર્ડ છે. ઘરમાં વિકાસના પિતા હતા, તેમને અન્ય મકાનમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.
કાનપુરના બિકરૂ ગામમાં વિકાસ દુબે નામના ખૂંખાર ગેંગસ્ટરને પકડવા ગયેલી પોલીસની ટીમ પર પૂર્વ આયોજીત હુમલો કરવામાં આવ્યો હતો. વિકાસ દુબેના માણસોએ છત પરથી ગોળીબાર કર્યો હતો. જેમાં આઠ પોલીસકર્મીના મોત થયા હતા, જ્યારે એક નાગરિક અને થ પોલીસકર્મી ઘાયલ થયા હતા. હુમલાખોરો માર્યા ગયેલા પોલીસકર્મીના હથિયાર લઈને ફરાર થઈ ગયા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
મનોરંજન
દેશ
દેશ
Advertisement