શોધખોળ કરો

Karauli Baba : "હું ધારૂ તો રશિયા-યુક્રેન વચ્ચેનું યુદ્ધ અટકાવી શકુ છું" કરોલી બાબાની શેખી

કરૌલી બાબા સંતોષ સિંહ ભદૌરિયાએ તેમના પર ઉઠેલા સવાલો પર  શેખી મારતા કહ્યું હતું કે, જો હું ધારૂ તો રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને રોકાવી શકું છું.

Santosh Singh Bhadauriya : એક ભક્તને માર મારવાના આરોપમાં ઘેરાયેલા કરૌલી બાબા સંતોષ સિંહ ભદૌરિયાના કરૌલી આશ્રમમાં પોલીસની એક ટીમ પહોંચી અને લીપાપોતી કરીને જતી રહી હતી. જેને લઈને કરૌલી બાબા સંતોષે કહ્યું હતું કે, પોલીસ આવી હતી, તેમનું કામ છે અને તપાસ કરીને જતી રહી. સમાજવાદી પાર્ટીની સરકારમાં મારા પર NSA લાદવામાં આવ્યો. રાજનીતિકરણ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યા.

કરૌલી બાબા સંતોષ સિંહ ભદૌરિયાએ તેમના પર ઉઠેલા સવાલો પર  શેખી મારતા કહ્યું હતું કે, જો હું ધારૂ તો રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને રોકાવી શકું છું. બંને દેશોના પ્રતિનિધિઓની યાદોને ભૂંસી નાખીને અને પરસ્પર દુશ્મનાવટને દૂર કરીને યુદ્ધ રોકી શકાય છે. ઉલ્લેખનીય છે કે, કરૌલી બાબા સંતોષ સિંહ ભદૌરિયા તંત્ર-મંત્રથી લોકોને ઈલાજ કરવાનો દાવો કરે છે.

ઉલ્લેખનીય છે કે, કરૌલી આશ્રમના બાબા સંતોષ સિંહ ભદૌરિયા પર તેમના જ ભક્તે તેમની સાથે ખરાબ રીતે મારપીટ કરવાનો આરોપ લગાવ્યો છે. બાબા સંતોષ સિંહ ભદોરિયાના ભક્ત સિદ્ધાર્થ ચૌધરીએ કહ્યું હતું કે, તેઓ યુટ્યુબમાં બાબા સંતોષના કરૌલી બાબાના વીડિયો ખૂબ જોતા હતા. તેનાથી પ્રભાવિત થઈને હું મારા પિતા અને પત્ની સાથે નોઈડાથી તેમના આશ્રમ ગયો હતો.

ડૉ. સિદ્ધાર્થ ચૌધરીએ કહ્યું હતું કે, મેં બાબાને કહ્યું હતું કે, બાબા હું પરેશાન છું, તેથી તેમણે માઈકમાં ફૂંકીને નમઃ શિવાય કહ્યું. ત્યાર બાદ તેમણે પોતાના બાઉન્સર મારી પાસે રૂમમાં મોકલ્યા અને મને ખૂબ માર માર્યો.

ભક્તે બાબા પર બાઉન્સરોથી માર મારવાનો આરોપ લગાવતા જ બાબા સંતોષ સિંહ ભદોરિયાએ ખુલાસો આપવાનું શરૂ કર્યું અને તેને વિરોધીઓનું ષડયંત્ર ગણાવવાનું શરૂ કર્યું હતું. પરંતુ એક વીડિયોએ બાબા સંતોષ સિંહ ભદોરિયાના ખુલાસાનો પર્દાફાશ કર્યો. આ વીડિયો સામે આવતાની સાથે જ બાબા સંતોષ સિંહ ભદૌરિયાનો એક ભક્તને માર મારવાનો આરોપ સાચો હોવાનું લાગી રહ્યું છે.

નોઈડાના ડૉ. સિદ્ધાર્થ ચૌધરીએ કરૌલી બાબા સંતોષ ભદોરિયા પર જ્યારે ચમત્કાર થા થવાનો પ્રશ્ન પૂછ્યો ત્યારે તેણે તેમના બાઉન્સરથી તેમને મારવાનો આરોપ લગાવ્યો હતો. તેના પર બાબા સંતોષ ભદોરિયાએ સ્પષ્ટતા કરી હતી કે, તેઓ અમને મળ્યા જ નથી. અમને કોઈ સ્પર્શ કરી શકશે નહીં, કોઈ લડાઈ થઈ નથી. બાબા સંતોષ ભદૌરિયાએ દાવો કર્યો છે કે, કોઈ લડાઈ થઈ જ નથી. પરંતુ એક વીડિયોએ બાબાનો પર્દાફાશ કર્યો છે. આ વીડિયોમાં બાબાનો બાઉન્સર ડોક્ટરને ખેંચતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં ડૉ.સિદ્ધાર્થ અને કરૌલી બાબા સંતોષ ભદોરિયા વચ્ચે ચર્ચા ચાલી રહી છે. દરમિયાન કરૌલી બાબા કહે છે કે આ પાગલને બહાર કાઢો. બાબાની વાત સાંભળતા જ તેમના બાઉન્સર ડૉક્ટર પર પડે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
ફિલિપાઇન્સની રાજધાનીમાં ભીષણ આગ, 500થી વધુ મકાન બળીને ખાક, પરિવાર થયા બેઘર
ફિલિપાઇન્સની રાજધાનીમાં ભીષણ આગ, 500થી વધુ મકાન બળીને ખાક, પરિવાર થયા બેઘર

વિડિઓઝ

Silver Price All Time High : ચાંદીનો ભાવ પહોંચ્યો ઓલટાઈમ હાઈ, કેટલો થયો ભાવ?
Harsh Sanghavi : નાયબ મુખ્યમંત્રી સંઘવીએ નામ લીધા વગર મેવાણી પર શું કર્યા પ્રહાર?
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બુટલેગર
Hun To Bolish : હું તો બોલીશના અહેવાલની અસર, રાજકોટમાં મળી આવ્યા 'ગોગો' પેપર
Hun To Bolish : હું તો બોલીશ : ગંજેડીનો 'ગોગો' બંધ કરો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
ફિલિપાઇન્સની રાજધાનીમાં ભીષણ આગ, 500થી વધુ મકાન બળીને ખાક, પરિવાર થયા બેઘર
ફિલિપાઇન્સની રાજધાનીમાં ભીષણ આગ, 500થી વધુ મકાન બળીને ખાક, પરિવાર થયા બેઘર
OLA, Bajaj, અને Ather ની બાદશાહત ખતમ! ઇલેક્ટ્રિક સ્કૂટર વેંચાણમાં આ કંપની બની નંબર વન
OLA, Bajaj, અને Ather ની બાદશાહત ખતમ! ઇલેક્ટ્રિક સ્કૂટર વેંચાણમાં આ કંપની બની નંબર વન
Match Fixing:મેચ ફિક્સિંગના ગુનામાં શું થઇ શકે છે સજા? ભારતીય દંડ સંહિતાની કઈ કલમો થાય છે લાગૂ?
Match Fixing:મેચ ફિક્સિંગના ગુનામાં શું થઇ શકે છે સજા? ભારતીય દંડ સંહિતાની કઈ કલમો થાય છે લાગૂ?
પાકિસ્તાનનો ચોંકાવનારો નિર્ણય, 1947 પછી પહેલીવાર બાળકોને શીખવવામાં આવશે સંસ્કૃત, શાળાઓમાં મળશે ગીતા જ્ઞાન
પાકિસ્તાનનો ચોંકાવનારો નિર્ણય, 1947 પછી પહેલીવાર બાળકોને શીખવવામાં આવશે સંસ્કૃત, શાળાઓમાં મળશે ગીતા જ્ઞાન
ક્રિકેટમાં ફરી એકવાર મેચ-ફિક્સિંગનું ભૂત ધૂણ્યું, ભારતના 4 ખેલાડીઓને સસ્પેન્ડ કરવામાં આવતા ખળભળાટ
ક્રિકેટમાં ફરી એકવાર મેચ-ફિક્સિંગનું ભૂત ધૂણ્યું, ભારતના 4 ખેલાડીઓને સસ્પેન્ડ કરવામાં આવતા ખળભળાટ
Embed widget