શોધખોળ કરો
કર્ણાટકઃ કોગ્રેસ-JDSના 11 ધારાસભ્યોનું રાજીનામું, BJPનો સરકાર બનાવવાનો રસ્તો સાફ?
વાસ્તવમાં કર્ણાટકમાં કુલ 224 વિધાનસભા બેઠકો છે. બહુમત માટે 113 ધારાસભ્યો જોઇએ. હાલમાં ભાજપ પાસે 105 ધારાસભ્યો છે. જ્યારે કોગ્રેસ પાસે 80 અને જેડીએસ પાસે 37 ધારાસભ્યો છે

બેગ્લોરઃ કર્ણાટકમા કુમારસ્વામી સરકારની મુશ્કેલીઓ વધી રહી છે. જેડીએસ-કોગ્રેસ ગઠબંધન સરકારના 11 ધારાસભ્યોએ શનિવારે રાજીનામું આપવા માટે સ્પીકરની ઓફિસ પહોંચ્યા હતા અને પોતાનું રાજીનામું સોંપી દીધું હતું. ધારાસભ્યોના રાજીનામા બાદ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીની સરકાર ખતરામાં પડતી જોવા મળી રહી છે અને સરકાર બનાવવા માટે આતુર ભાજપ માટે રસ્તો સરળ બની ગયો છે. વાસ્તવમાં કર્ણાટકમાં કુલ 224 વિધાનસભા બેઠકો છે. બહુમત માટે 113 ધારાસભ્યો જોઇએ. હાલમાં ભાજપ પાસે 105 ધારાસભ્યો છે. જ્યારે કોગ્રેસ પાસે 80 અને જેડીએસ પાસે 37 ધારાસભ્યો છે. આ રીતે બંન્ને પાસે કુલ 117 ધારાસભ્યો છે. બહુજન સમાજ પાર્ટી અને અપક્ષ ધારાસભ્ય પણ ગઠબંધનને સમર્થન આપી રહ્યા છે.
જોકે, છેલ્લા દિવસોમાં કોગ્રેસના બે ધારાસભ્યોના રાજીનામા અને એક ધારાસભ્યને સસ્પેન્ડ કર્યા બાદ કોગ્રેસના ધારાસભ્યોની સંખ્યા 77 રહી ગઇ છે. કોગ્રેસ અને જેડીએસની સંખ્યા 114 થઇ ગઇ છે. જ્યારે ભાજપ અગાઉ જ દાવો કરી રહી છે કે કોગ્રેસના છ અને જેડીએસ બે ધારાસભ્યો ગુપ્ત રીતે ભાજપને સમર્થન કરી શકે છે, જે જલદી રાજીનામું આપશે. ભાજપ પ્રદેશમાં સરકાર બનાવવાની આશા રાખી રહી છે અને સતત આ માટે દાવાઓ કરી રહી છે. જેડીએસ-કોગ્રેસના ધારાસભ્યોના રાજીનામાથી કુમાર સ્વામીની મુશ્કેલીઓ વધી રહી છે પરંતુ ભાજપ હજુ સરકાર બનાવવાની સ્થિતિમાં નથી. આ કારણ છે કે ભાજપ સાયલન્ટ ઓપરેશન લોટ્સ ચલાવી રહી છે જેથી એવી સ્થિતિ બને કે કુમારસ્વામી બહુમતથી નીચે આવી જાય અને ભાજપ પોતાની સરકાર બનાવવાનો દાવો રજૂ કરે.
વધુ વાંચો
Advertisement





















