Karnataka Cabinet Expansion: 24 નેતા બનશે કર્ણાટકમાં મંત્રી, જાણો કોણ-કોણ છે સામેલ
ર્ણાટકની સિદ્ધારમૈયા સરકારનું કેબિનેટ વિસ્તરણ શનિવારે (27 મે)ના રોજ થશે. કોંગ્રેસ હાઈકમાન્ડે મંત્રી બનાવવાના નેતાઓના નામોને મંજૂરી આપી દીધી છે.
Karnataka Cabinet Expansion Update: કર્ણાટકની સિદ્ધારમૈયા સરકારનું કેબિનેટ વિસ્તરણ શનિવારે (27 મે)ના રોજ થશે. કોંગ્રેસ હાઈકમાન્ડે મંત્રી બનાવવાના નેતાઓના નામોને મંજૂરી આપી દીધી છે. શનિવારે 24 નેતાઓ મંત્રી તરીકે શપથ લેશે.
આ દરમિયાન કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલ દ્વારા કેબિનેટને લઈને સીએમ સિદ્ધારમૈયાને લખેલો પત્ર સામે આવ્યો છે. જેમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની મંજૂરી હોવાનું જણાવવામાં આવ્યું છે. કેબિનેટની યાદીમાં ભાવિ મંત્રીઓની જાતિનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
બેંગલુરુના કાંતિરવા સ્ટેડિયમમાં સિદ્ધારમૈયા સરકારના ભવ્ય શપથ ગ્રહણ દરમિયાન રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે તેમને અને અન્ય 7 મંત્રીઓને શપથ લેવડાવ્યા હતા. આ પહેલા સિદ્ધારમૈયાએ સીએમ અને ડીકે શિવકુમારે ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા હતા.
કર્ણાટકમાં સૌથી વધુ 34 મંત્રીઓ બની શકે છે. આ કેબિનેટ વિસ્તરણ સાથે મંત્રીઓની સંખ્યા 34 થઈ જશે કારણ કે 20 મેના રોજ સિદ્ધારમૈયાએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા, ડીકે શિવકુમાર ડેપ્યુટી સીએમ તરીકે અને 8 અન્ય નેતાઓએ મંત્રી તરીકે શપથ લીધા હતા.
ડીકે શિવકુમાર સૌથી અમીર મંત્રી છે
સિદ્ધારમૈયા કેબિનેટમાં સામેલ થયેલા ધારાસભ્યોની વાત કરીએ તો બધા કરોડપતિ છે. ડીકે શિવકુમાર પાસે સૌથી વધુ 1,413 કરોડ રૂપિયાની સંપત્તિ છે. ડીકે શિવકુમારે પોતાના ચૂંટણી એફિડેવિટમાં જણાવ્યું છે કે તેમની અને તેમના પરિવારની કુલ 1413 કરોડની સંપત્તિ છે. તેમની પાસે રૂ. 273 કરોડની જંગમ સંપત્તિ છે. તેમાંથી 240 કરોડની જંગમ મિલકત એકલા શિવકુમારના નામે છે, જ્યારે લગભગ 20 કરોડની સંપત્તિ તેમની પત્નીના નામે છે.
કૉંગ્રેસના દિગ્ગજ નેતા કેએચ મુનિયપ્પાનું નામ તે 8 ધારાસભ્યોમાં સામેલ હતું જે કેબિનેટ મંત્રી બનવાની પ્રથમ યાદીમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યા હતા. તેમણે 20 મેના રોજ કર્ણાટકની કૉંગ્રેસ સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા.
મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી કયા સમાજના છે ?
મુખ્યમંત્રી સિદ્ધારમૈયા કુરુબા સમાજમાંથી આવે છે અને ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમાર વોક્કાલિગા સમાજના છે. મંત્રીપદની સાથે સાથે કોંગ્રેસે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પદ માટે જ્ઞાતિના સમીકરણો ગોઠવવાનો પૂરો પ્રયાસ કર્યો છે.
List of 24 Congress MLAs who are expected to take oath as the ministers in the Karnataka cabinet, on 27th May#KarnatakaCabinet pic.twitter.com/Cnzf7yP3HB
— ANI (@ANI) May 26, 2023