શોધખોળ કરો
Advertisement
કર્ણાટકઃ ગેરલાયક ઠેરવાયેલા 17 ધારાસભ્યોની કિસ્મતનો આજે થશે ફેંસલો, સુપ્રીમ કોર્ટમાં સુનાવણી
ગેરલાયક ઠેરવાયેલા 17 ધારાસભ્યોમાંની વિધાનસભા બેઠકોમાંથી 15 બેઠકો પર 5 ડિસેમ્બરે પેટાચૂંટણી યોજાવવાની છે. ઉમેદવારો 11 નવેમ્બરથી 18 નવેમ્બરની વચ્ચે પોતાનુ નામાંકન ફોર્મ ફરી શકશે
નવી દિલ્હીઃ કર્ણાટક મામલે આજે સુપ્રીમ કોર્ટમાં મોટો ચૂકાદો આવી શકે છે. કર્ણાટકમાં ગેરલાયક ઠેરવાયેલા 17 ધારાસભ્યો પેટાચૂંટણી લડી શકશે કે નહીં, તે અંગે સુપ્રીમ કોર્ટ ચૂકાદો આપશે. સુપ્રીમ કોર્ટ આજે જેડીએસ-કોંગ્રેસના ગેરલાયક ઠેરવાયેલા ધારાસભ્યોની અરજી પર સુનાવણી કરવાની છે
ત્રણ જજોની ખંડપીઠ ન્યાયમૂર્તિ એન વી રમના, સંજીવ ખન્ના અને કૃષ્ણ મુરારીએ 25 ઓક્ટોબરે આ ગેરલાયક ઠેરવાયેલા ધારાસભ્યોએ કરેલી અરજી પર નિર્ણય સુરક્ષિત રાખી દીધો હતો.
ખરેખેરમાં, તત્કાલિક મુખ્યમંત્રી એચ ડી કુમારસ્વામીએ જુલાઇમાં વિશ્વાસમતની આગળ કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનના આ 17 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવી દીધા હતા. કુમારસ્વામીએ વિશ્વાસમત ગુમાવ્યા બાદ રાજીનામુ આપી દીધુ હતુ. બાદમાં બી એસ યેદિયુરપ્પાના નેતૃત્વમાં રાજ્યમાં બીજેપીની સરકાર બની હતી.
હવે આ ગેરલાયક ઠેરવાયેલા 17 ધારાસભ્યોમાંની વિધાનસભા બેઠકોમાંથી 15 બેઠકો પર 5 ડિસેમ્બરે પેટાચૂંટણી યોજાવવાની છે. ઉમેદવારો 11 નવેમ્બરથી 18 નવેમ્બરની વચ્ચે પોતાનુ નામાંકન ફોર્મ ફરી શકશે.
ગેરલાયક ઠેરવાયેલા આ ધારાસભ્યોએ સુપ્રીમ કોર્ટ તરફથી ચૂંટણી પંચને આ 15 બેઠકો પર પેટાચૂંટણીને સ્થગિત કરવાનો આદેશ આપવાની માંગ કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દુનિયા
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion