(Source: ECI/ABP News/ABP Majha)
Karnataka Election 2023: 'પાર્ટી પોતાના દમ પર કર્ણાટકમાં સરકાર બનાવશે', JDS સાથે ચૂંટણી બાદ ગઠબંધન પર કર્ણાટકના કોગ્રેસ અધ્યક્ષ શિવકુમારે શું કહ્યુ?
શિવકુમારે કહ્યું હતું કે એવી કોઈ શક્યતા નથી, અમે એકલા હાથે જ સરકાર બનાવીશું
Karnataka Assembly Elections 2023: કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કુલ 224 વિધાનસભા બેઠકો પર આજે મતદાન ચાલી રહ્યું છે. રાજ્યમાં સવારે 11 વાગ્યા સુધીના મતદાનના પ્રથમ બે કલાકમાં 21 ટકા મતદાન થયું છે. કર્ણાટકના દિગ્ગજ નેતાઓએ પણ મતદારોને મતદાન કરતી વખતે જાગૃત રહેવા વિનંતી કરી છે. દરમિયાન, જ્યારે JDS સાથે ચૂંટણી પછીના ગઠબંધનની શક્યતાઓ વિશે પૂછવામાં આવ્યું ત્યારે કર્ણાટક કોંગ્રેસના પ્રમુખ ડીકે શિવકુમારે કહ્યું હતું કે એવી કોઈ શક્યતા નથી, અમે એકલા હાથે જ સરકાર બનાવીશું."
#WATCH | "No chances, we will form the government on our own," says Karnataka Congress president DK Shivakumar when asked about the possibilities of a post-poll alliance with JDS pic.twitter.com/jQGowmgaZT
— ANI (@ANI) May 10, 2023
કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડીકે શિવકુમારે આજે કનકપુરમાં મતદાન કરતા પહેલા તેમના કુળ દેવતા કેંકેરમ્મા માતાના આશીર્વાદ લીધા હતા. તેમણે કહ્યું હતું કે મા કેંકેરમ્મા બધાનું કલ્યાણ કરે. મેં રાજ્યની સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી છે. શિવકુમારે લોકોને વોટ આપવા માટે ઘરની બહાર આવવાની પણ અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે યાદ રાખો કે તમારા મતમાં આપણા રાજ્યના ભવિષ્યને ફરીથી લખવાની શક્તિ છે. પ્રગતિ માટે મત આપવાનું યાદ રાખો, ભ્રષ્ટાચાર મુક્ત ભવિષ્ય માટે મત આપવાનું યાદ રાખો.
કોંગ્રેસ પાર્ટી કર્ણાટકમાં પોતાના દમ પર સરકાર બનાવશે.
ચૂંટણી પ્રચાર દરમિયાન આક્ષેપો અને પ્રતિઆક્ષેપોના પ્રશ્નના જવાબમાં કોંગ્રેસના નેતાએ કહ્યું કે તમામ મુદ્દાઓ પર ટીપ્પણી કરવામાં આવી છે. હવે મુદ્દો બેરોજગારી, સુશાસન અને વધતી મોંઘવારીનો છે. શિવકુમારે ચૂંટણી પછીના ગઠબંધનની અટકળો પર સ્પષ્ટ કર્યું કે પાર્ટી કોઈની સાથે ગઠબંધન કરે તેવી કોઈ શક્યતા નથી. તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી કર્ણાટકમાં એકલા હાથે સરકાર બનાવવા જઈ રહી છે.
પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા બીએસ યેદિયુરપ્પાએ મતદાન કર્યું હતું અને કહ્યું હતું કે "હું તમામ લોકોને શક્ય તેટલી વહેલી તકે મતદાન કરવા વિનંતી કરું છું. મને 100 ટકા ખાતરી છે કે તેઓ ભાજપની તરફેણમાં મતદાન કરશે. અમે 130-135 બેઠકો જીતીશું,"
The Kerala Storyની ટીમ CM યોગી સાથે કરશે મુલાકાત, સીએમ કેબિનેટ સાથે જોશે ફિલ્મ
The Kerala Story: ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી'ને મધ્યપ્રદેશમાં ટેક્સ ફ્રી કર્યા બાદ યુપીમાં પણ તેને ટેક્સ ફ્રી કરી દેવામાં આવી છે. જે બાદ હવે ફિલ્મની ટીમ યુપીના સીએમ યોગી આદિત્યનાથને મળવા જઈ રહી છે. આ મીટિંગમાં ફિલ્મને ટેક્સ ફ્રી કરવા બદલ સીએમ યોગીનો આભાર માનવા ઉપરાંત ફિલ્મના મેકર્સ ફિલ્મની સ્ટોરી પર પણ ચર્ચા કરશે.
ટેક્સ ફ્રી કરીને ફિલ્મને આપ્યો ટેકો
કેરલા સ્ટોરીનો કેટલાક રાજ્યોમાં વિરોધ થઈ રહ્યો છે તો કેટલાક રાજ્યોમાં ફિલ્મને ટેક્સ ફ્રી બનાવીને સમર્થન આપવામાં આવી રહ્યું છે. જ્યાં એક તરફ પશ્ચિમ બંગાળમાં ફિલ્મના સ્ક્રીનિંગ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે તો બીજી તરફ તમિલનાડુના થિયેટર માલિકોએ ફિલ્મ નહીં બતાવવાનો નિર્ણય કર્યો છે. બીજી તરફ મધ્યપ્રદેશ બાદ ઉત્તર પ્રદેશે પણ આ ફિલ્મને ટેક્સ ફ્રી કરીને ટેકો આપ્યો છે.
સીએમ યોગી કેબિનેટ મંત્રીઓ સાથે ફિલ્મ કેરાલા સ્ટોરી જોશે
ધ કેરલા સ્ટોરીના સમર્થનમાં ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે પણ આખી કેબિનેટ સાથે ફિલ્મ જોવાની જાહેરાત કરી છે. આ સિવાય યુપીના ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠકે ફિલ્મને ટેક્સ ફ્રી કરવાના નિર્ણયનું સ્વાગત કર્યું છે. તેમણે કહ્યું કે ઉત્તર પ્રદેશના લોકો ફિલ્મ જોવા માંગે છે અને સમજવા માંગે છે કે અમારા ભાઈ-બહેનોએ કેવી રીતે સહન કર્યું છે. અમે ફિલ્મ જોઈશું. બંગાળમાં ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લોકોને પસંદ આવ્યો નથી