કર્ણાટકના પૂર્વ DGP ઓમ પ્રકાશનું મર્ડર, લોહીથી લથપથ લાશ મળી,મચી ગયો હડકંપ
કર્ણાટકના ભૂતપૂર્વ પોલીસ મહાનિર્દેશક ઓમ પ્રકાશ રવિવાર (20 એપ્રિલ, 2025) ના રોજ બેંગલુરુમાં HSR લેઆઉટ ખાતેના તેમના નિવાસસ્થાને રહસ્યમય સંજોગોમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા.

Karnataka Ex DGP Death: કર્ણાટકના ભૂતપૂર્વ પોલીસ મહાનિર્દેશક ઓમ પ્રકાશ રવિવાર (20 એપ્રિલ, 2025) ના રોજ બેંગલુરુમાં HSR લેઆઉટ ખાતેના તેમના નિવાસસ્થાને રહસ્યમય સંજોગોમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે આ માહિતી આપી હતી.
પોલીસે જણાવ્યું હતું કે તેમના શરીર પર ઈજાના નિશાનો મળી આવ્યા છે, જેનાથી તેમની હત્યા કરવામાં આવી હોવાની આશંકા છે અને તેના એક સંબંધી પર હત્યાની આશંકા છે. માહિતી મળતા જ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસને આ કેસમાં પરિવારના નજીકના સભ્યની સંડોવણી હોવાની આશંકા છે. હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.
Former Karnataka DGP Om Prakash, an 1981 batch IPS officer, was murdered in HSR Layout, Bengaluru. The exact reason for the incident is not yet known: Bangalore City Police pic.twitter.com/Yw6MWKFdJw
— ANI (@ANI) April 20, 2025
1981 બેચના 68 વર્ષીય IPS અધિકારી બિહારના ચંપારણના વતની હતા અને તેમણે M.Sc. ભૂસ્તરશાસ્ત્રમાં ડિગ્રી મેળવી હતી. તેમને 1 માર્ચ 2015ના રોજ પોલીસ મહાનિર્દેશક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. અગાઉ તેઓ ફાયર અને ઈમરજન્સી સેવાઓ તેમજ હોમગાર્ડઝનું પણ નેતૃત્વ કરી ચૂક્યા છે.
પોલીસે તેમની પત્ની અને પુત્રીની પૂછપરછ કરી હતી
પોલીસે ઓમપ્રકાશની પત્ની અને પુત્રીની મોત અંગે પૂછપરછ શરૂ કરી છે. પીટીઆઈના અહેવાલ મુજબ, નિવૃત્ત ડીજીપીએ અગાઉ કેટલાક નજીકના સહયોગીઓ તરફથી તેમના જીવને જોખમ હોવાની ચિંતા વ્યક્ત કરી હતી.
મિલકતના કારણે હત્યા થઈ ?
અંગ્રેજી વેબસાઈટ ઈન્ડિયા ટીવીએ સૂત્રોને ટાંકીને કહ્યું કે પૂર્વ પોલીસ અધિકારી ઓમ પ્રકાશ પોતાની આખી પ્રોપર્ટી પોતાના પુત્રને ટ્રાન્સફર કરવા ઈચ્છતા હતા. કથિત રીતે તેની પત્નીને આ નિર્ણય પસંદ ન આવ્યો. આ સમયે, પત્ની મુખ્ય શંકાસ્પદ છે. તેની પત્નીએ સૌથી પહેલા પોલીસને તેમના મોતની જાણ કરી હતી પરંતુ જ્યારે પોલીસ આવી તો તેણે દરવાજો ખોલવાની ના પાડી દીધી, જેના પછી શંકા વધુ વધી છે.
પોલીસે જણાવ્યું હતું કે કર્ણાટકના ભૂતપૂર્વ પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) ઓમ પ્રકાશના શરીર પર ઈજાના નિશાન હતા, જેના કારણે તેમની હત્યા કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.
માહિતી મળતા જ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસને આ કેસમાં પરિવારના નજીકના સભ્યની સંડોવણી હોવાની આશંકા છે. હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.





















