Karnataka New CM: સિદ્ધારમૈયા કૉંગ્રેસ ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા, ડીકે શિવકુમારે નામનો પ્રસ્તાવ રાખ્યો
કર્ણાટકમાં સિદ્ધારમૈયા કૉંગ્રેસ ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા છે. સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર ગુરુવારે (18 મે) સાંજે બેંગલુરુ પહોંચ્યા હતા.
Karnataka Congress CLP Meeting: કર્ણાટકમાં સિદ્ધારમૈયા કૉંગ્રેસ ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા છે. સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર ગુરુવારે (18 મે) સાંજે બેંગલુરુ પહોંચ્યા હતા. જે બાદ કૉંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક યોજાઈ હતી. હવે રાજ્યપાલને મળ્યા બાદ સરકાર બનાવવાનો દાવો રજૂ કરવામાં આવશે.
કૉંગ્રેસ પક્ષના નેતા તરીકે સિદ્ધારમૈયાને ચૂંટવાનો પ્રસ્તાવ ડીકે શિવકુમાર દ્વારા મૂકવામાં આવ્યો હતો, જેને ધ્વનિ મતથી પસાર કરવામાં આવ્યો હતો. કર્ણાટક કોંગ્રેસના નેતા રમેશ બાબુએ કહ્યું કે અમે KPCC પ્રમુખ ડીકે શિવકુમારના નેતૃત્વમાં રાજ્યપાલને મળીશું. અમે સમય લીધો છે. ડીકે શિવકુમાર, સિદ્ધારમૈયા અને પાર્ટીના અન્ય નેતાઓ 20 સભ્યોના પ્રતિનિધિમંડળની સાથે જશે.
શપથ ગ્રહણ 20 મેના રોજ થશે
આ અગાઉ ઘણા દિવસોના મંથન પછી કૉંગ્રેસે સિદ્ધારમૈયાને મુખ્ય પ્રધાન અને ડીકે શિવકુમારને નાયબ મુખ્ય પ્રધાન તરીકે નિયુક્ત કરવાની જાહેરાત કરી હતી. કર્ણાટકની નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ 20 મેના રોજ બેંગલુરુમાં યોજાશે. સિદ્ધારમૈયા અને શિવકુમારની સાથે અન્ય ઘણા મંત્રીઓ પણ શપથ લઈ શકે છે. કોંગ્રેસે શપથ ગ્રહણ સમારોહ માટે સમાન વિચારધારા ધરાવતા પક્ષોના નેતાઓને આમંત્રિત કર્યા છે.
કર્ણાટકમાં વિધાનસભા પક્ષના નેતાની પસંદગી માટે કોંગ્રેસમાં છેલ્લા ત્રણ દિવસથી મંથન ચાલી રહ્યું હતું. સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમારે બુધવારે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે અલગ-અલગ મુલાકાત કરી હતી. આ સિવાય બંને નેતાઓએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે પણ મુલાકાત કરી હતી. ખડગેએ બુધવારે મોડી રાત સુધી પાર્ટીના વરિષ્ઠ નેતાઓ કેસી વેણુગોપાલ અને રણદીપ સિંહ સુરજેવાલા સાથે વાત કરી અને પછી ગુરુવારે સિદ્ધારમૈયાને સીએમ બનાવવાની જાહેરાત કરવામાં આવી.
સિદ્ધારમૈયા પહેલા પણ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે
સિદ્ધારમૈયા કુરુબા સમુદાયમાંથી આવે છે અને મે 2013 થી મે 2018 વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી રહી ચુક્યા છે. બીજી તરફ કર્ણાટકમાં કોંગ્રેસના સંકટમોચક કહેવાતા શિવકુમાર વોક્કાલિગા સમુદાયમાંથી આવે છે. તેઓ છેલ્લા ત્રણ વર્ષથી પ્રદેશ પ્રમુખની જવાબદારી નિભાવી રહ્યા છે. કર્ણાટકમાં 224 સભ્યોની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 135 બેઠકો જીતી હતી. જ્યારે ભાજપને 66 બેઠકો મળી હતી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)