શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
કર્ણાટકઃ ગોમાંસ ખાવાની શંકામાં દલિત પરિવાર પર હુમલો, બજરંગ દળના કાર્યકરો પર આરોપ
નવી દિલ્લીઃ કર્નાટકના ચિકમંગલૂરમાં એક દલિત પરિવાર પર અમુક લોકોએ હુમલો કર્યો હતો. આ હૂમલો પરિવારના બીફ ખાવાની અફવાહ ફેલાયા બાદ થયો હતો. આ મામલો 17 જુલાઇનો છે. પરિવારને મારવાનો આરોપ બજરંગ દળના કાર્યકર્તાઓ પર લાગ્યો છે. ટીવી રિપોર્ટ મુજબ આ અંગે FIR કર્નાટક કમ્યુનલ હારમોની ફોરમે લખાવી છે. FIR મુજબ 40 થી 50 લોકોએ પરિવાર પર હૂમલો કર્યો હતો. જેમા ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થઇ ગયા છે.
આ મામલો એવા સમયે સામે આવ્યો છે, જ્યારે ગુજરાતમાં દલિત મસુદાયના લોકો પોતાના પર થઇ રહેલા અત્યાચરને લઇને રસ્તા પર ઉતરી આવ્યા છે. ગજરાતમાં દલિત યુવાનોની દલિત યુવાનોને રસ્તા પર સરઘસ કાઢીને ઢોર માર મારવામાં આવ્યો હતો. અહીં કથિત ગૌ-રક્ષકોએ તેમને નિશાન બનાવ્યા હતા. ઘટનાનો વિડીયો વાયરલ થયા બાદ સંસદથી લઇને સમગ્ર દેશમાં તનો અવાજ ઉઠ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
આઈપીએલ
રાજકોટ
Advertisement
gujarati.abplive.com
Opinion