Varanasi: કાશી વિશ્વનાથ મંદિર અને જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ પર વારાણસી કોર્ટનો મોટો નિર્ણય, આપ્યો આ આદેશ
કાશી વિશ્વનાથ મંદિર અને જ્ઞાનવાપી મસ્જિદ મામલે વારાણસી કોર્ટે મોટો નિર્ણય લીધો છે. કોર્ટે હવે આ મામલે કમિશ્નરને નિયુક્ત કરવાનો આદેશ આપ્યો છે.
Gyanvapi Masjid News: કાશી વિશ્વનાથ મંદિર અને જ્ઞાનવાપી મસ્જિદ મામલે વારાણસી કોર્ટે મોટો નિર્ણય લીધો છે. કોર્ટે હવે આ મામલે કમિશ્નરને નિયુક્ત કરવાનો આદેશ આપ્યો છે. મળતી માહિતી મુજબ નિયુક્ત થનાર કમિશ્નર 19 એપ્રિલના રોજ મંદિર-મસ્જિદ પરિસરની મુલાકાત લેશે અને વીડિયોગ્રાફી પણ કરશે. આ દરમિયાન કોર્ટે મંદિર મસ્જિદ પરિસરમાં સુરક્ષાદળના જવાનોને તૈનાત કરવાનો આદેશ પણ આપ્યો છે. અરજીકર્તાએ પરિસરના નિરીક્ષણ, રડાર અધ્યયન અને વીડિયગ્રાફી માટે કોર્ટ પાસે આદેશ માંગ્યો હતો. ઉલ્લેખનીય છે કે અરજીકર્તાએ સપ્ટેમ્બર 2020માં દાખલ કરેલી અરજીમાં હવે કોર્ટે આ આદેશ આપ્યો છે.
વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિર પાસે જ્ઞાનનાપી મસ્જિદ આવેલી છે. અહિં મુસ્લિમ સમુદાય રોજની 5 વખતની સમુહ નમાજ પઢે છે. મસ્જિદનું સંચાલન અંજુમન-એ-ઈંતજામિયા કમિટી દ્વારા કરવામાં આવે છે. વર્ષ 1991માં વારાણસીની સિવિલ જજની કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે, જે જગ્યાએ જ્ઞાનવાપી મસ્જિદ છે ત્યાં પહેલાં ભગવાન વિશ્વેશ્વરનું મંદિર આવેલું હતું અને શ્રૃંગાર ગૌરી પુજા થતી હતી. મુગલ શાસકોએ આ મંદિર તોડીને તેના પર કબ્જો કરી લીધો હતો અને અહિંયા મસ્જિદનું નિર્માણ કરી લીધું હતું. એવામાં જ્ઞાનવાપી પરિસરમાં મુસ્લિમ પક્ષ પાસેથી લઈને ખાલી કરાવવી જોઈએ અને તે જગ્યાને હિંદુઓને સોંપી દેવી જોઈએ અને તેમને શ્રૃંગાર ગૌરીની પૂજા કરવાની મંજૂરી આપવી જોઈએ.
કાશી વિશ્વનાથ મંદિર ટ્રસ્ટથી નથી કોઈ વિવાદઃ
અહીં એ જણાવવું જરુરી છે કે, જ્ઞાનવાપી મસ્જિદનો કાશી વિશ્વનાથ મંદિર ટ્ર્સ્ટ સાથે કોઈ પણ પ્રકારનો કોઈ વિવાદ નથી. મંદિરનું ટ્રસ્ટ આ સમગ્ર મામલે કોઈ પણ જગ્યાએ પક્ષકાર નથી અને ટ્રસ્ટે કોઈ અરજી પણ દાખલ નથી કરી. સ્વયંભૂ ભગવાન વિશ્વેશ્વર પક્ષ થર્ડ પાર્ટીની રીતે છેલ્લા ત્રણ દાયકાથી કોર્ટ કેસ લડી રહ્યો છે.