શોધખોળ કરો

kashmir Heatwave: કાશ્મીરમાં હિટવેવના કારણે સ્કૂલ બંધ, ગરમીનો 25 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો

kashmir Heatwave: એક તરફ દેશભરના અન્ય રાજ્યોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તો બીજી તરફ જમ્મુ કાશ્મીરમાં હિટવેવની સ્થિતિ છે.

Kashmir Heatwave:  એક તરફ દેશભરના અન્ય રાજ્યોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તો બીજી તરફ જમ્મુ કાશ્મીરમાં હિટવેવની સ્થિતિ છે. જમ્મુ  કાશ્મીરમાં ગરમીએ જુલાઈ મહિનાનો 25 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. વાસ્તવમાં કાશ્મીરમાં ભીષણ ગરમી પડી રહી છે. ખીણમાં ઘણી જગ્યાએ 25 વર્ષમાં જૂલાઈમાં સૌથી વધુ તાપમાન રવિવારે નોંધાયું હતું.

આકરી ગરમીના કારણે સ્થિતિ એટલી ખરાબ છે કે બાળકોને તેની અસર ન થાય તે માટે શાળાઓ બંધ રાખવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. કાશ્મીરના શિક્ષણ વિભાગે ભીષણ ગરમીના કારણે 20 થી 30 જુલાઈ સુધી શાળાઓ બંધ રાખવાનો આદેશ આપ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રવિવારે શ્રીનગર શહેરમાં મહત્તમ તાપમાન 36.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. 9મી જુલાઈ, 1999ના રોજ જ્યારે તાપમાનનો પારો 37 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચ્યો હતો ત્યારથી તે જુલાઈનો સૌથી ગરમ દિવસ હતો.

ઘણા વર્ષોનો રેકોર્ડ તૂટ્યો

શ્રીનગરમાં જૂલાઈનો સૌથી ગરમ દિવસ 10 જૂલાઈ 1946ના રોજ નોંધાયો હતો જ્યારે તાપમાનનો પારો 38.3 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચ્યો હતો. દક્ષિણ કાશ્મીરના કાઝીગુંડ અને કોકરનાગ શહેરમાં પણ રવિવારે જુલાઈનો સૌથી ગરમ દિવસ નોંધાયો હતો. કાઝીગુંડમાં 35.6 ડિગ્રી સેલ્સિયસનું મહત્તમ તાપમાન નોંધાયું હતું, જે 11 જુલાઈ, 1988ના રોજ નોંધાયેલા અગાઉના સૌથી વધુ 34.5 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધુ હતું.  

અગાઉ 10 જુલાઈ 1946ના રોજ શ્રીનગરમાં 38.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ પછી ત્રીજું સૌથી વધુ તાપમાન 9 જુલાઈ, 1999ના રોજ 37 ડિગ્રી સેલ્સિયસ અને જુલાઈ 1997માં 36.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.                                                                                                       

વરસાદની અપેક્ષા

કોકરનાગમાં પારો 34.1 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચ્યો હતો, જ્યારે આ વર્ષે 3 જુલાઈએ 33.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. દક્ષિણ કાશ્મીરના આ શહેરમાં તાપમાનનો પારો માત્ર એક જ વાર 8 જુલાઈ 1993ના રોજ 33 ડિગ્રીએ પહોંચ્યો હતો. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં કાશ્મીર ઘાટીમાં વિવિધ સ્થળોએ વરસાદની આગાહી કરી છે, જેના કારણે તાપમાનમાં ઘટાડો થવાની આશંકા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
દેશમાં ફરી સક્રિય થયું ચોમાસું: આવતીકાલે ગુજરાત સહિત 17 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદનું એલર્ટ
દેશમાં ફરી સક્રિય થયું ચોમાસું: આવતીકાલે ગુજરાત સહિત 17 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદનું એલર્ટ
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
Embed widget