શોધખોળ કરો
કેજરીવાલની પત્નીએ પંજાબની રાજનીતિમાં મારી એન્ટ્રી, બની શકે છે CM

ધૂરી: પહેલાથી માનવામાં આવી રહ્યું હતું કે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પોતાની પત્ની સુનીતા કેજરીવાલને પંજાબની રાજનીતિમાં પ્રવેશ કરવાશે, જે હવે મહંશઅંશે સાચું પડતુ જણાઈ રહ્યું છે. પરંતુ આ વાત હજી કેજરીવાલે સ્પષ્ટ કરી નથી, પરંતુ ધૂરી પ્રવાસ પછી આ ક્યાસ સાચો પડતો જણાઈ રહ્યો છે. જો કે સોમવારે કેજરીવાલ ધૂરીમાં મૃતક પત્રકાર કેવલ કિશન જિંદલના ઘરે શોક વ્યક્ત કરવા પહોંચ્યા હતા. આ અવસરે પાર્ટીના ઘણા મોટા નેતાઓની સાથે કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલ પણ હાજર હતી, જેને લઈને ઘણા સવાલો ઉભા કર્યા હતા. તમને જણાવી દઈએ રે લાંબા સમયથી એવી ચર્ચા ચાલી રહી છે કે શું કેજરીવાલ ફતેહગઢ સાહિબ સીટથી પોતાની પત્ની સુનીતાને ચૂંટણી લડાવી પંજાબના મુખ્યમંત્રી બનાવવા માંગે છે. પાર્ટીના પૂર્વ કન્વીનર અને અપણા પંજાબ પાર્ટીના પ્રધાન સુચ્ચા સિંહ છોટેપુર પણ નિવેદન આપી ચૂક્યા છે કે પોતાની પત્નીને મુખ્યમંત્રી બનાવવા માટે કેજરીવાલ તરફથી પંજાબના ઘણા મોટા નેતાઓને પાછળ ધકેલવામાં આવ્યા છે.
Before You Go
Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત





















