શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
શ્રીલંકાથી ભારત પહોંચી શંકાસ્પદ બોટ, ISIS આતંકીઓ સવાર હોવાની આશંકા, કેરળમાં હાઈ એલર્ટ
શ્રીલંકામાં થયેલા સિરિયલ બ્લાસ્ટ બાદ એનઆઈએની તપાસમાં એ વાત પણ સામે આવી છે કે આતંકીઓ દ્વારા કેરળમાં પણ હુમલો કરવાનું પ્લાન હતું. ગુપ્તચર વિભાગે પણ સ્વીકાર્યું છે કે કેરળના કેટલાક લોકો હજું પણ આઈએસ સાથે જોડાયેલા હોઈ શકે છે.
તિરુવનંતપુરમ: શ્રીલંકાથી શંકાસ્પદ બોટમાં 15 આઈએસઆઈ લક્ષદ્વીપમાં પહોંચ્યાં હોવાની ગુપ્તચર વિભાગના રિપોર્ટ અનુસાર કેરળના દરિયા કિનારા વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ રિપોર્ટ બાદ દરિયા કિનારા વિસ્તારોના પોલીસ સ્ટેશનોને એલર્ટ કરવામાં આવી આવ્યાં છે. ગત મહીનામાં જ શ્રીલંકામા આતંકી હુમલો થયો હતો જેમાં 250 થી વધુ લોકોના મોત થયા હતા.
એનઆઈએની તપાસમાં એ વાત પણ સામે આવી છે કે આતંકીઓ દ્વારા કેરળમાં પણ હુમલો કરવાનું પ્લાન હતું. ગુપ્તચર વિભાગે પણ સ્વીકાર્યું છે કે કેરળના કેટલાક લોકો હજું પણ આઈએસ સાથે જોડાયેલા હોઈ શકે છે. પોલીસના એક મુખ્ય સૂત્રધારે પીટીઆઈને જણાવ્યું કે “આ પ્રકારનું એલર્ટ સામાન્ય છે પરંતુ આ વખતે અમારી પાસે સંખ્યાને લઈને ખાસ જાણકારી છે. એવામાં એવી કોઈ પણ શંકાસ્પદ બોટ દેખાયાના સ્થિતિમાં દરિયા કિનારાના પોલીસ સ્ટેશનો અને જિલ્લા પ્રમુખોને સતર્ક રહેવા જણાવ્યું છે.”
પત્ની સાથે લંડન જઇ રહ્યા હતા જેટ એરવેઝના પૂર્વ અધ્યક્ષ નરેશ ગોયલ, મુંબઇ એરપોર્ટ પર કરાઇ અટકાયત
અમેઠી: જીતની ઉજવણી કરીને ઘરે પર ફરતા સ્મૃતિ ઈરાનીના સમર્થકની ગોળી મારી હત્યા
દરિયા કિનારા પોલીસ વિભાગે કહ્યું કે તેઓ 23 મે થી જ એલર્ટ પર છે. તે દિવેસ જ તેમને શ્રીલંકાથી સૂચના મળી હતી. શ્રીલંકામાં સિરિયલ બોમ્બ બ્લાસ્ટ બાદ કેરળ હાઈ એલર્ટ પર છે. એનઆઈએની તપાસમાં પણ આ ખુલાસો થયો હતો કે આઈએસના આતંકવાદી રાજ્યનમાં હુમલા કરવાનું ષડયંત્ર રચી રહ્યાં છે.
દિલ્હીમાં વિજય રૂપાણીએ કહ્યું, મોદી અને ગુજરાત એકબીજા સાથે જોડાઈ ગયા છે, જુઓ વીડિયો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
સમાચાર
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion