શોધખોળ કરો

દારૂના ઓનલાઈન વેચાણ માટે આ રાજ્ય લોન્ચ કરશે એપ, જાણો કેવી રીતે કરશે કામ

BevQ નામની એપ વર્ચુઅલ મેનેજમેન્ટ સિસ્ટમ અંતર્ગત કામ કરે છે. આ એપ દ્વારા ગ્રાહકો ઘેર બેઠાં ઓર્ડર કરી શકશે.

નવી દિલ્હીઃ દેશભરમાં કોરોના વાયરસના કારણે હાલ લોકડાઉન ચાલી રહ્યું છે. થોડા સમય પહેલા દારૂની દુકાનો ખોલવાની મંજૂરી મળી હતી પરંતુ દુકાનો ખોલાતા જ લોકોએ સોશિયલ ડિસ્ટેંસિંગના નિયમના ધજાગરા ઉડાવીને દારૂ ખરીદવા પડાપડી કરી હતી. દારૂની દુકાનો પરથી લોકોની ભીડ ઓછી કરવા દિલ્હી સરકારે ઈ-ટોકન સિસ્ટમ શરૂ કરી હતી. પરંતુ હવે કેરળ સરકારે દારૂની દુકાનો બહારથી ભીડ ઓછી કરવા એપ લોન્ચ કરશે. BevQ નામની એપ વર્ચુઅલ મેનેજમેન્ટ સિસ્ટમ અંતર્ગત કામ કરે છે. આ એપ દ્વારા ગ્રાહકો ઘેર બેઠાં ઓર્ડર કરી શકશે. આ એપને ગૂગલે મંજૂરી આપી દીધી છે અને ટૂંક સમયમાં એપ ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ થશે. Faircode Technologies નામની સ્ટાર્ટઅપ કંપનીએ આ એપ વિકસાવી છે. હાલ એપનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે અને ઓપરેશનલ મોડમાં ચાલી રહી છે. વેબક્યૂ એપ લોન્ચ કરવા પાછળ સરકારનું માનવું છે કે તેનાથી સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન સારી રીતે થઈ શકશે અને લોકો ઘરની બહાર ઓછા નીકળશે. મનોરમા ઓનલાઈનના રિપોર્ટ પ્રમાણે BevQ Appનો ઉપયોગ કેરળમાં દારૂના વેચાણ માટે ઈ-ટોકન જનરેટ કરવા કરવામાં આવશે. આ એપ GPS ના આધારે ગ્રાહકોને નજીકનો આઉટલેટ બતાવશે. દારૂ ખરીદવા ઈચ્છુક ગ્રાહકો એપ દ્વારા ઓર્ડર આપી શકશે. ઓર્ડર આપ્યા બાદ ગ્રાહકોને એપ પર ક્યૂઆર કોડની સાથે ઈ-ટોકન મળશે. જે બાદ દારૂના દુકાન ધરાવતા વ્યક્તિ દ્વારા સ્કેન કર્યા પછી ગ્રાહકને દારૂ આપવામાં આવશે. અહેવાલમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે જે ગ્રાહકો પાસે ઈ-ટોકન નહીં હોય તે દારૂ નહીં ખરીદી શકે. BevQ App દ્વારા ચાર દિવસમાં માત્ર એક જ વખત દારૂ ખરીદી શકાશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Suicide: ક્લાસમાંથી બહાર આવ્યો અને ત્રીજા માળેથી લગાવી દીધી છલાંગ! વિદ્યાર્થીની આત્મહત્યાથી ચકચાર

Bank Holidays: ફેબ્રુઆરી મહિનામાં આટલા દિવસ બેન્કો રહેશે બંધ, ઘરથી નીકળતા પહેલા જાણી લો બેન્ક હોલિડેનું લિસ્ટ

૨૬મી જાન્યુઆરી - પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી તાપી ખાતે યોજાશે, મુખ્યમંત્રી અને રાજ્યપાલ રહેશે હાજર

પ્રયાગરાજ મહાકુંભ દરમિયાન યુપી સરકાર દ્વારા પાંચ લાખ કોન્ડોમનું વિતરણ કરવાનો દાવો ખોટો છે

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોણે છોડવું પડશે અમેરિકા?Hun To Bolish : હું તો બોલીશ : પ્લાનિંગ પાણીમાં કેમ?Sthanik Swaraj Election: AAP અને કોંગ્રેસ સાથે લડશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી?Ahmedabad News: અમદાવાદના નિકોલના લોકોને ગટરિયા પાણીની સજા, વગર વરસાદે રસ્તાઓ પાણીમાં ગરકાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Suicide: ક્લાસમાંથી બહાર આવ્યો અને ત્રીજા માળેથી લગાવી દીધી છલાંગ! વિદ્યાર્થીની આત્મહત્યાથી ચકચાર
Suicide: ક્લાસમાંથી બહાર આવ્યો અને ત્રીજા માળેથી લગાવી દીધી છલાંગ! વિદ્યાર્થીની આત્મહત્યાથી ચકચાર
Bank Holidays: ફેબ્રુઆરી મહિનામાં આટલા દિવસ બેન્કો રહેશે બંધ, ઘરથી નીકળતા પહેલા જાણી લો બેન્ક હોલિડેનું લિસ્ટ
Bank Holidays: ફેબ્રુઆરી મહિનામાં આટલા દિવસ બેન્કો રહેશે બંધ, ઘરથી નીકળતા પહેલા જાણી લો બેન્ક હોલિડેનું લિસ્ટ
૨૬મી જાન્યુઆરી - પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી તાપી ખાતે યોજાશે, મુખ્યમંત્રી અને રાજ્યપાલ રહેશે હાજર
૨૬મી જાન્યુઆરી - પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી તાપી ખાતે યોજાશે, મુખ્યમંત્રી અને રાજ્યપાલ રહેશે હાજર
પ્રયાગરાજ મહાકુંભ દરમિયાન યુપી સરકાર દ્વારા પાંચ લાખ કોન્ડોમનું વિતરણ કરવાનો દાવો ખોટો છે
પ્રયાગરાજ મહાકુંભ દરમિયાન યુપી સરકાર દ્વારા પાંચ લાખ કોન્ડોમનું વિતરણ કરવાનો દાવો ખોટો છે
સૈફ પર હુમલાનો મામલો ગૂંચવાયો: આરોપીના પિતાનો સનસનીખેજ દાવો, CCTVમાં દેખાતો શખ્સ મારો પુત્ર નથી

કામની વાતઃ સુકન્યા સમૃદ્ધિ ખાતામાં માત્ર આટલું રોકાણ કરો અને દીકરી બની જશે કરોડપતિ, જાણો કેવી રીતે

જંક ફૂડ બાળકોને કાયમ માટે અંધ બનાવી શકે છે? જાણો કેટલું જોખમી છે!

W,W,W,W,W,W,W,W,W... ગુજરાતના આ ખેલાડીએ 9 વિકેટ લઈને વર્તાવ્યો કહેર,ફેન્સને યાદ આવ્યો કુંબલે

Embed widget