શોધખોળ કરો

કેરળ બનશે ‘કેરલમ’, રાજ્યનું નામ બદલવાનો પ્રસ્તાવ વિધાનસભામાં પાસ

કેરળ વિધાનસભાએ સર્વસંમતિથી રાજ્યનું નામ બદલીને ‘કેરલમ’ કરવાનો પ્રસ્તાવ પાસ કર્યો હતો.

કેરળ વિધાનસભાએ સર્વસંમતિથી રાજ્યનું નામ બદલીને ‘કેરલમ’ કરવાનો પ્રસ્તાવ પાસ કર્યો હતો. રાજ્યનું નામ બદલીને ‘કેરલમ’ કરવા માટે રાજ્યની વિધાનસભાએ બંધારણીય સુધારો કરવા માટે કેન્દ્ર સરકારને વિનંતી કરતો ઠરાવ પસાર કર્યાના લગભગ એક વર્ષ બાદ નાના સુધારા સાથે ફરીથી ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકાર દ્ધારા કેટલાક સુધારા કરવાની ભલામણો કરી હતી.

મુખ્યપ્રધાન પિનરાઈ વિજયન દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રસ્તાવમાં માંગ કરવામાં આવી હતી કે  બંધારણની પ્રથમ સૂચિમાં રાજ્યનું નામ સત્તાવાર તરીકે 'કેરલમ' કરવા માટે બંધારણની કલમ 3 હેઠળ જરૂરી પગલાં લેવામાં આવે. IUML ધારાસભ્ય એન શમ્દ્દીને પ્રસ્તાવમાં એક સંશોધન રજૂ કર્યું હતું જેમાં વધુ સ્પષ્ટતા લાવવા માટે શબ્દોને પુનર્ગઠન કરવાનું સૂચન કર્યું હતું. જોકે ગૃહે આ સુધારાને ફગાવી દીધો હતો.

રાજ્યનું નામ સત્તાવાર રીતે બદલવાની માંગ કરતો પ્રસ્તાવ ગયા વર્ષે 9 ઓગસ્ટના રોજ સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યો હતો. ઠરાવમાં કેન્દ્રને બંધારણની પ્રથમ સૂચિમાં રાજ્યનું નામ બદલીને 'કેરલમ' કરવા જણાવ્યું હતું.  આ પ્રસ્તાવમાં માંગ કરાઇ હતી કે કેન્દ્ર સરકાર આઠમી સૂચિ હેઠળની તમામ ભાષાઓમાં નામ બદલીને 'કેરલમ' કરી દે.

જો કે, વિગતવાર ચકાસણી પર એવું જાણવા મળ્યું હતું કે આવા સંશોધનની આવશ્યકતા ફક્ત બંધારણની પ્રથમ સૂચિમાં જ જરૂરી છે. તેથી જ નવો ઠરાવ લાવવામાં આવી રહ્યો છે, એમ મુખ્ય પ્રધાને જણાવ્યુ હતું.તેમના ઠરાવમાં સીએમ પિનરાઈએ જણાવ્યું હતું કે ‘કેરલમ’ નામ સામાન્ય રીતે મલયાલમમાં ઉપયોગમાં લેવામાં આવે છે. જોકે. સત્તાવાર રેકોર્ડમાં રાજ્યને કેરળ કહેવામાં આવી રહ્યું છે. આ પૃષ્ઠભૂમિમાં જ ઠરાવ રજૂ કરવામાં આવ્યો હતો.

ગયા વર્ષે મુખ્યપ્રધાને પ્રસ્તાવને રજૂ કરતા કહ્યું હતું કે નિયમ 118 હેઠળ એક પ્રસ્તાવને આ ગૃહમાં  રજૂ કરી  રહ્યો છું. જેમાં કેન્દ્ર સરકારને વિનંતી કરવામાં આવી રહી છે કે તેઓ આપણા રાજ્યનું સત્તાવાર નામ ભારતના બંધારણની આઠમી અનુસૂચીમાં સામેલ તમામ ભાષાઓમાં ‘કેરલમ’માં બદલી દે. પરંતુ બંધારણની પ્રથમ અનુસૂચીમાં આપણા રાજ્યનું નામ કેરળ લખવામાં આવ્યું છે. આ વિધાનસભા સર્વસંમતિથી કેન્દ્ર સરકારને વિનંતી કરે છે કે તે બંધારણની કલમ 3 હેઠળ તેને કેરલમના રૂપમાં સંશોધન કરવા માટે તત્કાળ પગલા ઉઠાવે અને બંધારણની આઠમી અનુસૂચીમાં ઉલ્લેખ કરાયેલ તમામ ભાષાઓમાં તેનુ નામ બદલીને ‘કેરલમ’ કરી દેવામાં આવે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Rain Update | રાજકોટ જિલ્લાના ગ્રામ્યમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યોGir Somnath VIDEO: ઉનામાં 3 સિંહ સામે ભારે પડ્યો શ્વાન, વીડિયો સોશલ મીડિયામાં થયો વાયરલSurat Police | સુરતમાં ડ્રગ્સના ચાર ગુનામાં ફરાર મુખ્ય સૂત્રધાર અનીશ ખાનની ધરપકડGujarat Rain Forecast | આજે ગુજરાતમાં ક્યાં ક્યાં તૂટી પડશે ભારેથી અતિ ભારે વરસાદ? જુઓ મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Women's T20WC 2024 Warm-Up: મહિલા ટી-20 વર્લ્ડકપ 2024ની તમામ તૈયારીઓ પૂર્ણ, જાણો સંપૂર્ણ કાર્યક્રમ?
Women's T20WC 2024 Warm-Up: મહિલા ટી-20 વર્લ્ડકપ 2024ની તમામ તૈયારીઓ પૂર્ણ, જાણો સંપૂર્ણ કાર્યક્રમ?
Sabarkantha Rain: હિંમતનગર, તલોદ અને પ્રાંતિજમાં મેઘરાજા મન મૂકી વરસ્યા 
Sabarkantha Rain: હિંમતનગર, તલોદ અને પ્રાંતિજમાં મેઘરાજા મન મૂકી વરસ્યા 
Dwarka: દ્વારકાના બરડીયા નજીક બે કાર અને બસ વચ્ચે અકસ્માત, સાતનાં મોતની આશંકા
Dwarka: દ્વારકાના બરડીયા નજીક બે કાર અને બસ વચ્ચે અકસ્માત, સાતનાં મોતની આશંકા
Rajkot Rain: રાજકોટ જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ 
Rajkot Rain: રાજકોટ જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ 
Embed widget