શોધખોળ કરો

લોહગઢ કિલ્લા જતાં પહેલાં સિયાનું વર્તન હતું વિચિત્ર, કેતન અગ્રવાલ હત્યાકાંડની FIRમાં થયા અનેક ચોંકાવનારા ખુલાસા

પુણેના ચર્ચિત કેતન અગ્રવાલ હત્યાકાંડમાં નોંધાયેલી FIRમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. FIR મુજબ, આ કોઈ અકસ્માત નહોતો પરંતુ પૂર્વયોજિત ષડયંત્ર હતું. આ કેસમાં કેતનની મંગેતર સિયા ગોયલ અને તેના કથિત પ્રેમી ચેતન ચૌધરીની ભૂમિકા અંગે ગંભીર સવાલો ઉભા થયા છે.

પુણેના લોહગઢ કિલ્લા ખાતે થયેલા કેતન અગ્રવાલના મોતના કેસમાં દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. કેતનના પિતા વિશાલ દેવીચંદ અગ્રવાલ દ્વારા 23 જૂને નોંધાવવામાં આવેલી FIR મુજબ, આ કોઈ અકસ્માત નહીં પરંતુ પૂર્વનિયોજિત હત્યા હતી. લોનાવાલા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) હેઠળ નોંધાયેલા કેસમાં સિયા ગોયલ અને ચેતન ચૌધરીને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યા છે.

FIRની મુખ્ય બાબતો
FIR મુજબ, કેતને થોડા સમય પહેલાં પોતાના પરિવારને જણાવ્યું હતું કે સિયા ગોયલનું વર્તન છેલ્લા કેટલાક દિવસોથી બદલાઈ ગયું હતું. તે નાની-નાની વાતોમાં નખરા કરતી અને ઝઘડો કરતી હતી.
ઝઘડાનું એક મોટું કારણ 4 જૂને લોહગઢ કિલ્લાની રદ થયેલી મુલાકાત હતી. સિયા તે બાબતે ખૂબ નારાજ હતી અને સતત કેતન પર કિલ્લા પર લઈ જવાની જીદ કરતી હતી.

17 જૂનની રાત્રે સિયા ગોયલે કેતનને વોટ્સએપ પર ફોન કર્યો હતો. બે દિવસ પછી આવનારા પોતાના જન્મદિવસનું કારણ આપીને તેણે કેતનના પરિવારને બીજા દિવસે કિલ્લા પર જવા માટે મનાવવાનો પ્રયાસ કર્યો.

શરૂઆતમાં કેતનની માતા રાખી અગ્રવાલે આ પ્રવાસ માટે ના પાડી હતી. પરંતુ બાદમાં સિયાએ સીધો તેમની માતા સાથે વાત કરીને તેમને રાજી કર્યા.18 જૂનની સવારે કેતન પોતાના ઘરેથી નીકળ્યો અને પુણે-મુંબઈ હાઇવે પર આવેલા કિવાલે બ્રિજ પરથી સિયાને સાથે લઈને લોહગઢ કિલ્લા તરફ ગયો.સવારે લગભગ 10:45 વાગ્યે, સિયાએ કેતનની માતાને ફોન કરીને જણાવ્યું કે કેતન લોહગઢ કિલ્લા પર અકસ્માતે ખીણમાં પડી ગયો છે. સ્થાનિક લોકો અને પોલીસે તેને બહાર કાઢીને હોસ્પિટલ પહોંચાડ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.21 જૂને કેતનના પિતા અને પરિવારના અન્ય સભ્યો તે સ્થળે પહોંચ્યા જ્યાં કેતન પડ્યો હતો. તેમણે જણાવ્યું કે ત્યાંથી અકસ્માતે લપસી જવાની શક્યતા ખૂબ ઓછી હતી. તેમના મિત્રો નવદીપ જિંદલ અને તરુણ મિત્તલ પણ સ્થળની તપાસ કરવા પરિવાર સાથે ગયા હતા.

પરિવારના ગંભીર આરોપ
કેતનના પરિવારનો આરોપ છે કે, સિયા ગોયલનો ફોન સતત વ્યસ્ત રહેતો હતો અને તે વારંવાર પોતાના મિત્ર ચેતન ચૌધરીનો ઉલ્લેખ કરતી હતી. જેના કારણે તેમને બંને વચ્ચે સંબંધ હોવાની શંકા ગઈ હતી.FIRમાં સિયા ગોયલ અને ચેતન ચૌધરી બંનેના નામ સામેલ કરવામાં આવ્યા છે. તેમાં આરોપ છે કે બંનેએ મળીને કેતન અગ્રવાલની હત્યા કરવાનો નિર્ણય લીધો હતો, કારણ કે તે તેમના સંબંધોમાં અડચણ બની રહ્યો હતો.

પ્રી-વેડિંગ શૂટ માટે બનાવ્યો હતો પ્લાન

કેતનના પિતાના જણાવ્યા મુજબ, બંનેની સગાઈ ફેબ્રુઆરી મહિનામાં થઈ હતી. બંનેએ 6 જૂને બાલીમાં પ્રી-વેડિંગ શૂટ માટે જવાનો પ્લાન બનાવ્યો હતો. પરંતુ કેતનને સમયસર પાસપોર્ટ ન મળતાં આ પ્રવાસ રદ કરવો પડ્યો હતો.

આ મામલે તપાસ કરી રહેલા પોલીસ અધિકારી ગજાનન ટોંપેએ જણાવ્યું કે તપાસ હજુ પ્રારંભિક તબક્કામાં છે. અત્યાર સુધીમાં કેટલાક લોકોના નિવેદનો નોંધવામાં આવ્યા છે અને તપાસ તે આધારે આગળ વધી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
Weather Update: ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Weather Update: ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
આવતીકાલનું હવામાનઃ બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Embed widget