શોધખોળ કરો

પીએમ મોદીની કેબિનેટમાં થઈ શકે મહત્વના ફેરફારો, ગિરીરાજ સિંહ ગુમાવી શકે ખુરશી

નવી દિલ્હીઃ મોદી સરકાર 19થી 23 જૂન દરમિયાન કેબિનેટમાં ફેરબદલ કરી શકે તેવી શક્યતાઓ છે. યુપીમાં આવનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને અમુક નેતાઓને મહત્વના પદ આપી શકાય છે. સૂત્રો પ્રમાણે, મોદી ટૂંક જ સમયમાં મંત્રીમંડળની પુનર્રચના કરવા માંગે છે જેથી કેટલાક બાકી રહી જતા કામનો નિકાલ લાવી શકાય. રાજસ્થાનના નેતા ઓમ માથુર અને અર્જુન મેઘવાલને મંત્રી બનાવવામાં આવી શકે છે. યુપીમાં આવતા વર્ષે થનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને મનોજ સિન્હા અને સંજીવ બાલિયાનને પ્રમોટ કરવામાં આવી શકે છે. બંન્ને હાલ રાજ્યમંત્રી છે. પાવર મિનિસ્ટ્રીનો સ્વતંત્ર ચાર્જ રાખનારા પીયુષ ગોયલ પણ પ્રમોટ થઈ શકે છે. રાજ્યસભાથી સાંસદ ઓમ માથુર મંત્રી બની શકે છે. તેઓ હાલ યુપીમાં પાર્ટીનું કામકાજ જોઈ રહ્યા છે. અલહાબાદથી સાંસદ શ્યામ ચરણ ગુપ્તા મંત્રી બની શકે છે. મળતી માહિતી પ્રમાણે, યુપીમાં વિધાનસભા ચૂંટણીને જોતા આ નિર્ણય લેવામાં આવી શકે છે. આસામથી રમેન ડેકાને પણ મંત્રી બનાવવામાં આવી શકે છે. રાજ્યસભામાં સાંસદ એવા વિનય સહસ્ત્રબુદ્ધેને પણ મંત્રી બનાવી શકાય છે. જેમને મંત્રાલયમાંથી હટાવવામાં આવશે તેમાં ગિરિરાજ સિંહનું નામ મોખરે છે. બિહારથી આવતા લઘુ ઉદ્યોગ રાજ્યમંત્રી તેમના નિવેદનોને લઈને હંમેશા ચર્ચામાં રહ્યા છે. માઇનોરિટીઝ મંત્રી નજમા હેપતુલ્લાની ખુરશી પણ મુશ્કેલીમાં છે. જ્યારે, રસાયણ મંત્રી નિહાલચંદ કે જેમના પર બળાત્કારનો આરોપ છે તે  પણ ખુરશી ગુમાવી શકે છે. કેબિનેટમાં મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર સ્પોર્ટ્સ(ઇન્ડીપેન્ડન્ટ ચાર્જ)ની જગ્યા સર્વાનંદ સોનોવાલનાં આસામના સીએમ બન્યા બાદ ખાલી પડી છે. એ પ્રકારની ચર્ચા પણ થઈ રહી છે કે, વડાપ્રધાન કેટલાક મંત્રીઓની ખરાબ કામગીરીના કારણે કોઈ નાનો વિભાગ આપી શકે છે. અરુણ જેટલી, રાજનાથ સિંહ, સુષમા સ્વરાજ અને નિતિન ગડકરીના વિભાગમાં કોઈ ફેરફાર નહી કરવામાં આવે. ઉલ્લેખનીય છે તે મોદીએ અને તેમના કેબિનેટે 26 મે, 2014ના રોજ શપથ ગ્રહણ કર્યા હતા. ત્યાર બાદ માત્ર એક વાર જ નવેમ્બર, 2014માં કેબિનેટમાં ફેરફાર કર્યા હતા. જેમાં મોટા ચહેરામાં શિવસેનામાંથી આવેલા સુરેશ પ્રભુ અને ગોવાના મુખ્યમંત્રી રહેલા મનોહર પર્રિકરને કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા હતા. હાલ મોદીની કેબિનેટમાં  66 મંત્રીઓમાંથી 13 ઉત્તર પ્રદેશથી, 8 બિહરાથી, 8 મહિલાઓ,  7 મહારાષ્ટ્રથી છે. 34 મંત્રી સ્પેશ્યાલિસ્ટ, તેમાં 15 વકીલ છે, અને 7 મંત્રી સંઘ સાથે જોડાયેલા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Theft of Ram Mandir offerings: રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને અનિલ મિશ્રાએ આપ્યું રાજીનામું
Theft of Ram Mandir offerings: રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને અનિલ મિશ્રાએ આપ્યું રાજીનામું
રામ મંદિર દાન ચોરી કેસમાં મોટો ધડાકો: ચંપત રાયના ડ્રાઈવર સહિત 8 આરોપીઓની ધરપકડ, ઘરોમાંથી લાખોની રોકડ જપ્ત
રામ મંદિર દાન ચોરી કેસમાં મોટો ધડાકો: ચંપત રાયના ડ્રાઈવર સહિત 8 આરોપીઓની ધરપકડ, ઘરોમાંથી લાખોની રોકડ જપ્ત
Ketan Murder Case: મારી પુત્રી દોષિત હોય તો તેને પણ એજ કિલ્લા પરથી ફેંકી દો, સિયાના પિતાએ શું કહ્યું, જુઓ વીડિયો
Ketan Murder Case: મારી પુત્રી દોષિત હોય તો તેને પણ એજ કિલ્લા પરથી ફેંકી દો, સિયાના પિતાએ શું કહ્યું, જુઓ વીડિયો
Weather Forecast: મોનસૂને પકડી રફતાર, આજે 22 રાજ્યોમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદનું એલર્ટ
Weather Forecast: મોનસૂને પકડી રફતાર, આજે 22 રાજ્યોમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદનું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બુલેટ સવાર
Hun To Bolish : હું તો બોલીશ : નવા શાસનમાં બબાલ યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સિંગરનો પ્રેમ, વિવાદનો તાલ
Rajkot News : આલ્ફા નવોદય સૈનિક સ્કૂલની બેદરકારીથી વિદ્યાર્થિનીના મોતનો આરોપ
Gujarat Rain Forecast : ગુજરાતમાં હળવા વરસાદની આગાહી , ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
29 જૂનથી આ જિલ્લામાં થશે મેઘમહેર, મધ્યમથી ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી
29 જૂનથી આ જિલ્લામાં થશે મેઘમહેર, મધ્યમથી ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી
તીસ્તા પછી બાંગ્લાદેશે આપ્યો વધુ એક ઝટકો, ભારત પાસેથી પ્રોજેક્ટ છીનવી ચીન સાથે તારિક રહેમાને કરી મોટી ડિલ
તીસ્તા પછી બાંગ્લાદેશે આપ્યો વધુ એક ઝટકો, ભારત પાસેથી પ્રોજેક્ટ છીનવી ચીન સાથે તારિક રહેમાને કરી મોટી ડિલ
રામ મંદિર દાન ચોરી કેસમાં મોટો ધડાકો: ચંપત રાયના ડ્રાઈવર સહિત 8 આરોપીઓની ધરપકડ, ઘરોમાંથી લાખોની રોકડ જપ્ત
રામ મંદિર દાન ચોરી કેસમાં મોટો ધડાકો: ચંપત રાયના ડ્રાઈવર સહિત 8 આરોપીઓની ધરપકડ, ઘરોમાંથી લાખોની રોકડ જપ્ત
Theft of Ram Mandir offerings: રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને અનિલ મિશ્રાએ આપ્યું રાજીનામું
Theft of Ram Mandir offerings: રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને અનિલ મિશ્રાએ આપ્યું રાજીનામું
ભૂકંપ તો વેનેઝુએલામાં આવ્યો... 14,000 કિમી દૂર ભારતમાં કેમ લાગી રહ્યા છે ઝટકા?
ભૂકંપ તો વેનેઝુએલામાં આવ્યો... 14,000 કિમી દૂર ભારતમાં કેમ લાગી રહ્યા છે ઝટકા?
પહેલા જ T20 મુકાબલામાં ઇતિહાસ રચી શકે છે 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી, ડેબ્યૂ કરતાની સાથે જ તૂટી જશે આ 6 મોટા રેકોર્ડ
પહેલા જ T20 મુકાબલામાં ઇતિહાસ રચી શકે છે 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી, ડેબ્યૂ કરતાની સાથે જ તૂટી જશે આ 6 મોટા રેકોર્ડ
Rajkot: મનપામાં ભ્રષ્ટાચારનો ઘટસ્ફોટ, ડિમોલિશન દરમિયાન ચા-પાણી નાસ્તાનું 27 લાખનું બનાવ્યું બિલ!
Rajkot: મનપામાં ભ્રષ્ટાચારનો ઘટસ્ફોટ, ડિમોલિશન દરમિયાન ચા-પાણી નાસ્તાનું 27 લાખનું બનાવ્યું બિલ!
ખેડૂતો માટે કમાણીનો શોર્ટકટ! પરંપરાગત ખેતી છોડી આ ઔષધીય છોડ વાવો, ઓછા સમયમાં બની જશો લખપતિ
ખેડૂતો માટે કમાણીનો શોર્ટકટ! પરંપરાગત ખેતી છોડી આ ઔષધીય છોડ વાવો, ઓછા સમયમાં બની જશો લખપતિ
Embed widget