શોધખોળ કરો

Theft of Ram Mandir offerings: રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને અનિલ મિશ્રાએ આપ્યું રાજીનામું

Champat Rai Anil Mishra Resignation: રામ મંદિરમાં કથિત દાન ચોરીના આરોપ બાદ મામલો વધુ ગરમાયો છે. રામ મંદિર તીર્થક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને અનિલ મિશ્રાએ રાજીનામું આપી દીધું છે.

Champat Rai Anil Mishra Resignation:  રામ મંદિર ચઢાવો ચોરી કેસમાં SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ) ની તપાસ બાદ FIR દાખલ થતાં જ મામલો સતત વણસતો જઈ રહ્યો છે. હવે રામ મંદિર તીર્થક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે રાજીનામું આપી દીધું છે. તેમની સાથે ટ્રસ્ટી અનિલ મિશ્રાએ પણ પોતાનું રાજીનામું સોંપી દીધું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે દાન અને ચઢાવાની ચોરીના આરોપો વચ્ચે ચંપત રાય અને અનિલ મિશ્રા, બંને પર રાજીનામું આપવાનું દબાણ હતું. આથી નૈતિકતાના આધારે બંનેએ રાજીનામું આપ્યું છે.

રામ મંદિર દાન ચોરી કેસમાં SIT ના અહેવાલ બાદ 8 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે, જેમને કસ્ટડીમાં લીધા બાદ પોલીસે ધરપકડ કરી લીધી હતી. આ તમામ 8 આરોપીઓને બપોરે 2:00 વાગ્યા પછી કોર્ટમાં રજૂ કરવામાં આવશે. મહોરમના કારણે આજે કોર્ટમાં રજા છે. તેથી આરોપીઓને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવશે.

કોઈને પણ છૂટ નહીં મળે - યોગી આદિત્યનાથ
રામ મંદિર ચઢાવો ચોરી કેસમાં FIR નોંધાયા બાદ સીએમ યોગી આદિત્યનાથે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, આરોપો સામે આવ્યા બાદ સરકાર તરફથી તાત્કાલિક SIT ગઠિત કરવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા. એસઆઈટીએ ત્વરિત તપાસ કરીને અહેવાલ સોંપ્યો અને તરત જ ગુના પણ નોંધવામાં આવ્યા. જનતાની આસ્થા સાથે રમત કરનારાઓને કોઈ છૂટ નહીં મળે. અયોધ્યા હિંદુઓની આસ્થાનું પ્રતીક છે. આસ્થા સાથે રમત કરવી સ્વીકાર્ય નથી.

રામ મંદિર ચઢાવો ચોરી કેસ સાથે જોડાયેલા કેટલાક તથ્યો
 રામ મંદિર ટ્રસ્ટ સાથે જોડાયેલા પદાધિકારીઓએ બેંકમાં જમા થઈ રહેલી રકમની વિગતો જોઈ અને દરરોજ દાનપેટીઓ ખાલી થવાના ક્રમની તપાસ કરી, ત્યારે સૌથી પહેલા ચોરીની શંકા જન્મી હતી. એક દાનપેટીમાં એક જ વારમાં 7 થી 8 લાખ રૂપિયા જમા થતા હતા. થોડા અઠવાડિયાના ક્રમમાં 500ની નોટોની થપ્પીઓમાં ઘટાડો જોવા મળ્યો હતો. શંકા ઘાટી થતાં નોટો ગણવાના રૂમમાં કેટલાક હિડન (છુપા) કેમેરા લગાવવામાં આવ્યા.

સીસીટીવી સામે આડશ ઉભી કરતા: આ કેમેરાના એક અઠવાડિયાના ફૂટેજ જોવામાં આવ્યા તો ખબર પડી કે નોટ ગણવાની પ્રક્રિયામાં લાગેલા કર્મચારીઓ સામે દેખાતા સીસીટીવી કેમેરાની સામે ઊભા રહી જતા અને બીજો સાથીદાર બનાવેલી નોટોની થપ્પીમાંથી ચોરી કરીને કપડામાં છુપાવી લેતો હતો. હિડન કેમેરામાં તેમની આ ચોરી પકડાઈ ગઈ હતી.

બીજી એક રીતે પણ ચઢાવો ચોરી થવાનો દાવો
મળતી માહિતી મુજબ, આ ચોરી બીજી એક રીતે પણ થઈ રહી હતી. નોટ ગણનારા કર્મચારીઓ દરેક થપ્પીમાં વધારાની નોટો ઉમેરી દેતા. જ્યારે બેંક પાસે રકમ ગણવાનો વારો આવતો, ત્યારે દરેક થપ્પીની એક-એક નોટ ગણવાને બદલે માત્ર થપ્પીઓ ગણવામાં આવતી અને તેનું વાઉચર બની જતું. જ્યારે આ રકમ બેંકમાં જમા કરાવવા માટે મંદિરથી લઈ જવામાં આવતી, તે દરમિયાન દરેક થપ્પીમાં જે વધારાની નોટો લગાવવામાં આવી હતી તે કાઢી લેવાતી હતી.

સૂત્રો જણાવે છે કે આ રીતે વાઉચર સાથે રકમની મેળવણી પણ થઈ જતી અને રકમની ચોરી પણ થઈ રહી હતી. અનુકલ્પ મિશ્રા ચઢાવાના વાઉચર બનાવવાની પ્રક્રિયા સાથે જોડાયેલો હતો અને તે આ જ હેરાફેરી પોતાના બહેનોઈ લવકુશ મિશ્રા દ્વારા કરી રહ્યો હતો. મામલો બહાર આવ્યા બાદ લવકુશ મિશ્રાના જ ઘરેથી પોલીસે અંદાજે 10 લાખ રૂપિયા રિકવર પણ કર્યા હતા.

ચંપત રાયના ડ્રાઈવરે ભલામણ કરીને પોતાના ભાઈને રાખ્યો હતો
નોટ ગણવાની પ્રક્રિયા સાથે જોડાયેલા તમામ કર્મચારીઓ કોઈને કોઈના પરિચિત હતા. તેઓ કોઈને કોઈની ભલામણથી કામ કરતા હતા. જેમ કે ચંપત રાયનો ડ્રાઈવર ટિન્નુ યાદવ વ્યવસ્થાપક હતો, તો ટિન્નુ યાદવે પોતાના પિતરાઈ ભાઈ મનીષ યાદવને નોટ ગણવાની પ્રક્રિયામાં લગાવી દીધો હતો. આવી જ રીતે વર્ષોથી કામ કરી રહેલા અનુકલ્પ મિશ્રાએ પોતાના બહેનોઈ લવકુશ મિશ્રાને કામ પર રખાવી દીધો હતો.

ડ્યુટી પરથી પાછા જતી વખતે કોઈપણ કર્મચારીની જડતી (તલાશી) ન લેવાની બેદરકારીનું જ આ પરિણામ હતું કે તેઓ ધીમે-ધીમે તે રૂમમાંથી જ પૈસા ચોરવા લાગ્યા જ્યાં દાનપેટીઓ ખૂલતી, નોટો અલગ કરાતી અને થપ્પીઓ બનાવવામાં આવતી હતી. પકડાયેલા અવિનાશ પાંડેના સીસીટીવી ફૂટેજ જોવામાં આવ્યા અને તેના દ્વારા જે રકમ ચોરવામાં આવી રહી હતી, તે તારીખમાં બેંકમાં રકમ જમા પણ કરાવવામાં આવી છે.

રામ મંદિર ટ્રસ્ટના પદાધિકારીએ પૂછપરછ દરમિયાન મેળવણી કરાવી તો પુષ્ટિ થઈ કે ચઢાવાની ચોરીમાંથી જમા કરાયેલી રકમનો એક ભાગ અવિનાશ પોતાના બેંક ખાતામાં જમા કરાવી રહ્યો હતો. જે શ્રદ્ધાળુઓ ઘરેણાં દાન કરતા હતા તેને પણ આ લોકો ચોરી કરી લેતા હતા. બાલી, ઝુમખા, નથણી, રામલલાના કંગન અને ઝાંઝર જેવા ઘરેણાં પણ ચોરી થઈ રહ્યા હતા.

પહેલા ચોરી થતી, પછી ચોપડે નોંધાતું
સૌથી મહત્વની વાત એ છે કે, આરોપીઓ ચોરી પહેલા કરી લેતા, બાદમાં નોટોની ગણતરી કે દાનપેટીમાં મળેલા ઘરેણાંની ચોપડે નોંધણી થતી હતી. આ ઉપરાંત, આ કેસમાં રામ શંકર યાદવ ઉર્ફે ટિન્નુ યાદવ અને સુભાષ ચંદ્ર એવા વ્યક્તિઓ છે જેઓ સતત રામ મંદિર ટ્રસ્ટના એ રૂમમાં આવતા-જતા રહેતા હતા જ્યાં દાનપેટીઓ ખૂલતી હતી. દરરોજ 6 થી 7 લાખ રૂપિયાની ચોરી થવાની શંકા સેવાઈ હતી.

Advertisement

ટોપ સ્ટોરી

Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Viral Video: કાગડાએ પાણીમાં પલાળેલીને ખાધું બિસ્કિટ, વીડિયો વાયરલ
Viral Video: કાગડાએ પાણીમાં પલાળેલીને ખાધું બિસ્કિટ, વીડિયો વાયરલ
Advertisement

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Shukra Nakshatra Gochar: શુક્રનું નક્ષત્ર ગોચર, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય, થશે આર્થિક લાભ
Shukra Nakshatra Gochar: શુક્રનું નક્ષત્ર ગોચર, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય, થશે આર્થિક લાભ
Embed widget